કોવીડ-19 મહામારી સામેની લડાઈમાં લોકોનો જુસ્સો વધારશે આ પ્રેરણાત્મક વિડિયો
આ પ્રતિકૂળ સંજોગોમાં દેશના લોકોનો જુસ્સો, આશા, અને હિમ્મત વધારવા આ વિડિયો દેશના નાગરિકો સહિત ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકો માટે પણ પ્રેરણાત્મક બનશે.
Trending Photos
અમદાવાદ: ભારતની અગ્રગણ્ય કંપની "નંદન ડેનિમ" દ્વારા "મુસ્કુરાયેગા ઇન્ડિયા" થીમ સોંગ પર આધારિત વિડિયો લોન્ચ કરવામાં આવ્યો છે, કોવીડ-19 મહામારી સામેની લડાઈમાં લોકોનો આત્માવિશ્વાસ જગાડવા, તેમજ દેશના લોકો અને સમાજમાં હકારાત્મકતા અને ઉત્સાહ જગાડવા માટે નંદન ડેનિમ દ્વારા આ થીમ સોન્ગ પર આધારિત વિડિયો બનાવવામાં આવ્યો છે.
આ પ્રતિકૂળ સંજોગોમાં દેશના લોકોનો જુસ્સો, આશા, અને હિમ્મત વધારવા આ વિડીયોમાં "નંદન ડેનિમ"ના ડિરેક્ટર્સ સહિત કંપની સાથે સાંકળયેલા કર્મચારીઓએ પણ ભાગ લીધો છે. આ વિડિયો દેશના નાગરિકો સહિત ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકો માટે પણ પ્રેરણાત્મક બનશે.
પોતાના દેશ અને સમાજ પ્રત્યેની ફરજ અને જવાબદારીના ભાગરૂપે લોકડાઉન દરમ્યાન "ચિરિપાલ ગ્રુપ" દ્વારા હજારોની સંખ્યામાં ફૂડ પેકેટ, સર્જીકલ માસ્ક, સેનિટાઇઝર્સ, નૅપ્કિન્સ વહેંચવામાં આવ્યા હતા, જયારે કેટલાક વિસ્તારોનું સેનિટાઇઝેશન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત હજારોની સંખ્યામાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કંપની દ્વારા પોતાના શ્રમિકોને રહેવા, જમવા,અને સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે