ખાણીપીણીમાં ભેળસેળ કરવા પર આ સરકારે કર્યો મોટો નિર્ણય, મળશે ઉમરકેદની સજા 

મહારાષ્ટ્ર સરકારે બુધવારે ખાણીપીણીની સામગ્રીમાં ભેળસેળને બિનજમાનતી અપરાધ બનાવવાની જાહેરાત કરી છે. ખાદ્ય તેમજ નાગરિક આપૂર્તિ મંત્રી ગિરીશ બાપટે વિધાન પરિષદને સૂચિત કર્યા છે કે, સરાકર હાલના કાયદામાં સંશોધન કરશે. જેનાથી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારાઓને ઉંમરકેદની સજા થઈ શકે છે.

ખાણીપીણીમાં ભેળસેળ કરવા પર આ સરકારે કર્યો મોટો નિર્ણય, મળશે ઉમરકેદની સજા 

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે બુધવારે ખાણીપીણીની સામગ્રીમાં ભેળસેળને બિનજમાનતી અપરાધ બનાવવાની જાહેરાત કરી છે. ખાદ્ય તેમજ નાગરિક આપૂર્તિ મંત્રી ગિરીશ બાપટે વિધાન પરિષદને સૂચિત કર્યા છે કે, સરાકર હાલના કાયદામાં સંશોધન કરશે. જેનાથી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારાઓને ઉમરકેદની સજા થઈ શકે છે.

રાજ્ય વિધાનસભાએ તેના માટે આવશ્યક સંશોધન સંબંધિત વિધેયકને પાસ કરી દીધું છે, પરંતુ હાલ આ વિધેયક વિધાન પરિષદમાં પાસ થયું નથી. બાપટે તેના એક દિવસ પહેલા કહ્યું હતું કે, હાલની શિયાળુ સત્રથી પહેલા ખાદ્ય ભેળસેળ રોધક (મહારાષ્ટ્ર સંશોધન) કાયદાને સદનમાં રાખવામાં આવશે. 

કોંગ્રેસના ધારાસભ્ય ભાઈ જગતાપના ધ્યાનાકર્ષણ નોટિસના જવાબમાં મંત્રીએ કહ્યું કે, સરકાર ખાણીપીણીના સામાનમાં ભેળસેળના પરિણામો જાણે છે અને તેને રોકવા માટે પ્રતિબદ્ધ છે. જગતાપે કહ્યું કે, દૂધ બનાવતી કંપનીઓ ખેડૂતો પાસેથી દૂધ ખરીદે છે, પરંતુ જ્યારે તે ગ્રાહકો સુધી પહોંચે છે, ત્યાં સુધી તે ઝેર બની જાય છે. 

તેમણે કહ્યું કે, દૂધમાં ડિટરજન્ટ પાવડર, યુરિયા, સ્કીમ્ડ મિલ્ક પાવડર, કોસ્ટિક સોડા, ગ્લુકોઝ, રિફાઈન્ડ તેલ, મીઠું અને સ્ટાર્ચની ભેળસેળ કરવામાં આવે છે. જે લોકોના સેવન માટે યોગ્ય નથી. લોકો ખાણીપીણીના સામાનમાં ભેળસેળને પકડી શક્તા નથી. ખાદ્ય તેમજ દવા પ્રશાસન દ્વારા દેખરેખ છતા આ ભેળસેળનો સિલસિલો ચાલુ છે. 

મંત્રીએ કહ્યું કે, ખાદ્ય ભેળસેળ કાયદો, 1969ને આ સત્રના સમાપ્ત થતા પહેલા રજૂ કરવામાં આવશે. બાદમાં વિધાનસભામાં મરાઠા અને ધાન્ગર કોટા મુદ્દા પર વિપક્ષી સદસ્યોના શોરગુલની વચ્ચે ધ્વનિમતથી તે વિધેયકને પાસ કરવામાં આવ્યું. તેમાં ભારતીય દંડ સંહિતાની ધારા 272થી 276 અને દંડ પ્રક્રિયા સંહિતાની પહેલી અનુસૂચિમાં સંશોધન કરવામાં આવ્યું છે. 

વિધેયક કહે છે કે, દૂધ અને અન્ય ખાદ્ય પદાર્થો ઉપરાંત દવાઓમાં ભેળસેળ લોકોના સ્વાસ્થય માટે હાનિકારક બની શકે છે. અત્યાર સુધી આ આરોપોમાં માત્ર 6 મહિનાની જેલની સજાની જોગવાઈ હતી. આ દંડ એક હજાર રૂપિયા સુધી થઈ શકે છે. જોકે, આરોપ બિનજામીનપાત્ર હતો, તેથી પોલીસ અને ખાદ્ય સુરક્ષા અધિકારી કે દવા નિરીક્ષક આરોપીની ધરપકડ કરી શક્તા ન હતી. ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આ પ્રકારના કાયદા પાસ કરી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news