પાકિસ્તાન: કરાચીમાં ચીનના દૂતાવાસ પર હુમલો, 2 સુરક્ષાકર્મીઓના મોત

પાકિસ્તાનના કરાચી શહેરમાંથી મોટા અહેવાલ આવી રહ્યાં છે. અહીં આજે સવારે ચીની દૂતાવાસા પાસે ફાયરિંગની ઘટના ઘટી છે.

પાકિસ્તાન: કરાચીમાં ચીનના દૂતાવાસ પર હુમલો, 2 સુરક્ષાકર્મીઓના મોત

નવી દિલ્હી/ઈસ્લામાબાદ: પાકિસ્તાનના કરાચી શહેરમાંથી મોટા અહેવાલ આવી રહ્યાં છે. અહીં આજે સવારે ચીની દૂતાવાસા પાસે ફાયરિંગની ઘટના ઘટી છે. ચીની દૂતાવાસ ક્લિફ્ટન વિસ્તારમાં આવેલો છે. આ ઘટનામાં બે સુરક્ષાકર્મીઓના મોતની પુષ્ટિ કરાઈ છે. ફાયરિંગની ઘટના બાદ વિસ્તારમાં ભારે સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 

ARY ન્યૂઝના અહેવાલ મુજબ હુમલાખોરોએ ગેટ પર હાજર સિક્યુરિટી ગાર્ડને નિશાન બનાવ્યાં, જેમાંથી 2 ગાર્ડ માર્યા ગયા હોવાનું કહેવાય છે. હુમલાખોરો હજુ ફાયરિંગ કરી રહ્યાં છે અને સુરક્ષાદળો સાથે તેમની અથડામણ ચાલી રહી છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે સવારે લગભગ 9.30 વાગે કેટલાક લોકો હાથમાં ગ્રેનેડ અને હથિયારો લઈને આવ્યાં હતાં અને દૂતાવાસ પાસે ફાયરિંગ કરી રહ્યાં હતાં. આ લોકો દૂતાવાસમાં ઘૂસવાની કોશિશ કરતા હતાં. ડીઆઈજી જાવેદ આલમે પણ ફાયરિંગની ઘટનાની પુષ્ટિ કરી છે. 

— ANI (@ANI) November 23, 2018

જિયો ન્યૂઝના અહેવાલ મુજબ ફાયરિંગ જોકે હવે બંધ થયું છે. એસએસપી પીર મોહમ્મદ શાહના નેતૃત્વમાં પોલીસની ટીમ દૂતાવાસમાં દાખલ થઈ છે. આ સાથે જ 2 ઘાયલોને એમ્બ્યુલન્સમાં લઈ જતા જોવા મળ્યાં છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ દૂતાવાસ પાસે ધડાકો પણ થયો હતો. 

વિસ્તૃત જાણકારી માટે થોડી રાહ જુઓ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news