જો ક્લબ ફેક્ટરીમાંથી ખરીદી કરતા હોય તો ખાસ વાંચજો, નહીંતર પસ્તાશો

ફરિયાદીએ ક્લબ ફેક્ટરીમાંથી ટાઇટનની ઘડિયાળ ખરીદી હતી જેના પર 86 ટકા ડિસ્કાઉન્ટ હતું. આ સિવાય રે બનના બે સનગ્લાસ ઓર્ડર કર્યા હતા જેના પર 90 ટકા ડિસ્કાઉન્ટ હતું.

જો ક્લબ ફેક્ટરીમાંથી ખરીદી કરતા હોય તો ખાસ વાંચજો, નહીંતર પસ્તાશો

લખનૌ : ચાઇનીઝ ઇ કોમર્સ કંપની ક્લબ ફેક્ટરી (Club Factory)ના ડિરેક્ટર્સ અને સીએફઓ વિરૂદ્ધ પ્રસિદ્ધ બ્રાન્ડનો નકલી સામાન વેચવા બદલ આઇપીસીની કલમ 420 અને 406 અંતર્ગત છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ લખનૌના રહેવાસી આલોક કક્કડે વઝીરાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે ક્લબ ફેક્ટરીએ લોકપ્રિય બ્રાન્ડ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત આપીને લોકોને નકલી ઉત્પાદનો પધરાવી દીધા છે. 

ફરિયાદીએ ક્લબ ફેક્ટરીમાંથી ટાઇટનની ઘડિયાળ ખરીદી હતી જેના પર 86 ટકા ડિસ્કાઉન્ટ હતું. આ સિવાય રે બનના બે સનગ્લાસ ઓર્ડર કર્યા હતા જેના પર 90 ટકા ડિસ્કાઉન્ટ હતું. તેમને 25 નવેમ્બરે ઓર્ડર મળ્યો અને ઓર્ડર ખોલતા જ તેમને જાણ થઈ હતી કે બંને ઉત્પાદન નકલી છે. ફરિયાદીએ પછી કંપનીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈ સ્પષ્ટ જાણકારી મળી નહોતી. ફરિયાદીએ કંપનીએ ઇનવોઇસની એક કોપી માટે ઇમેઇલ કર્યો હતો પણ આમ છતાં તેને ઇનવોઇસની કોપી નહોતી આપવામાં આવી. 

આલોક કક્કડે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ક્લબ ફેક્ટરીના ટોલ ફ્રી નંબર પર બીજીવાર વાત કરી ત્યારે પ્રતિનિધિઓએ સમસ્યાનો ઉકેલ આપવાના બદલે ધમકી આપી હતી. ફરિયાદીની આ ફરિયાદને પગલે કંપની સામે કલમ 506 અંતર્ગત પણ ફરિયાદ નોંધવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news