VIDEO: રાહુલ ગાંધીનું ચોંકાવનારું નિવેદન, કહ્યું-ભારત દુનિયાના 'રેપ કેપિટલ' તરીકે ઓળખાય છે
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના સાંસદ રાહુલ ગાંધીએ મહિલાઓનો મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે ભારત દુનિયાના રેપ કેપિટલ (Rape Capital) તરીકે ઓળખાય છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે વિદેશીઓ અમને પૂછે છે કે ભારત પોતાની બહેનો અને દીકરીઓની રક્ષા કેમ કરી શકતું નથી. રાહુલ ગાંધીએ પીએમ મોદી (Narendra Modi) ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે એક યુપીનો ધારાસભ્ય રેપ કેસમાં સામેલ છે. પરંતુ તેના પર વડાપ્રધાન એક શબ્દ પણ બોલ્યા નથી. અત્રે જણાવવાનું કે આ અગાઉ કોંગ્રેસ સાંસદે ઉન્નાવ રેપ કેસની પીડિતાના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો. પોતાના સંસદીય મતવિસ્તાર એવા કેરળના વાયનાડમાં એક કાર્યક્રમને સંબોધન કરતી વખતે રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું.
હૈદરાબાદ એન્કાઉન્ટર: CJIનું મોટું નિવેદન, 'બદલાની ભાવનાવાળો ન્યાય પોતાનું મૂળ ચરિત્ર ગુમાવી બેસે છે'
ટ્વીટ કરીને ઠાલવી વ્યથા
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વીટ કરીને કહ્યું કે, "ઉન્નાવ (Unnao) ની માસૂમ દીકરીનું દુ:ખદ અને હ્રદયદ્રાવક મોત, માનવતાને શર્મસાર કરનારી ઘટનાથી આક્રોશિત અને સ્તબ્ધ છું. વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો. દુ:ખની આ ઘડીમાં પીડિત પરિવાર પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું."
અત્રે જણાવવાનું કે શુક્રવારે રાતે 11.40 વાગે પીડિતા (Victim) એ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દમ તોડ્યો. જેની જાણકારી પીડિતા (Victim) ની બહેને આપી હતી. હોસ્પિટલના બર્ન અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના એચઓડી ડો.શલભકુમારે પીડિતાના નિધનના અહેવાલને સત્તાવાર સમર્થન આપતા કહ્યું હતું કે રાતે લગભગ 11.40 વાગે પીડિતાના હ્રદયે કામ કરવાનું બંધ કરી દીધું. ડોક્ટરોની તમામ કોશિશો છતાં તેની સ્થિતિમાં કોઈ સુધાર થયો નહીં અને રાતે 11.40 વાગે તેનું નિધન થયું.
જો કે 90ટકાથી પણ વધુ દાઝી ગયેલી આ પીડિતાએ છેલ્લી ઘડી સુધી હાર માની નહતી. ગુરુવારે રાતે 9 વાગ્યા સુધી તે હોશમાં હતી. જ્યાં સુધી તે હોશમાં હતી ત્યાં સુધી કહેતી રહી કે મને બાળનારાઓને છોડતા નહીં. ત્યારબાદ ઊંઘમાં સરી પડી. ડોક્ટરોએ પૂરેપૂરી કોશિશ કરી, વેન્ટિલેટર પર રાખી પરંતુ તે ગાઢ ઊંઘમાંથી બહાર આવી નહીં.
#WATCH Rahul Gandhi in Wayanad,Kerala: India is known as the rape capital of the world. Foreign nations are asking the question why India is unable to look after its daughters & sisters. A UP MLA of BJP is involved in rape of a woman & the Prime Minister doesn't say a single word pic.twitter.com/FOE35sflGT
— ANI (@ANI) December 7, 2019
નોંધનીય છે કે ઉન્નાવ (Unnao) જિલ્લાના બિહાર પોલીસ સ્ટેશનની હદમાં દુષ્કર્મ પીડિતાને ગુરુવારે જ્વલંત પદાર્થ છાંટીને બાળવાનો પ્રયત્ન કરાયો. રાયબરેલી જવા માટે વહેલી સવારે તે રેલવે સ્ટેશન જઈ રહી હતી. ત્યારે દુષ્કર્મ પીડિતા યુવતીને કેટલાક લોકોએ આગ લગાવી દીધી અને ભાગી ગયાં. ત્યારબાદ પાસેના એક ગેસ એજન્સીના ગોદામના ગાર્ડની સૂચના પર પહોંચેલી પીઆરવીએ તેને સુમેરપુર સીએચસી પહોંચાડી જ્યાંથી જિલ્લા હોસ્પિટલ લઈ જવાઈ. હાલત ખુબ જ નાજુક હોવાના કારણે તેને લખનઉ સિવિલ હોસ્પિટલ રેફર કરાઈ.
જુઓ LIVE TV
યુવતી લગભગ 90 ટકા જેટલી દાઝી ગઈ હતી. તેની સ્થિતિ ખુબ ગંભીર હતી. ઉન્નાવમાં આગના હવાલે કરાયેલી દુષ્કર્મ પીડિતાને દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં લખનઉથી એરલિફ્ટ કરીને શિફ્ટ કરાઈ હતી. પીડિતાને એર એમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવામાં આવી. જ્યાં તેણે ગઈ કાલે રાતે છેલ્લા શ્વાસ લીધા. આ મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે