ગૌતમ અદાણીનું સૌથી મોટું શોપિંગ, ખરીદી લીધી વધુ એક ગ્લોબલ કંપની, આટલા કરોડમાં થઈ ડીલ

Adani Group New Deal : અદાણી ગ્રૂપ ચારેતરફ પોતાનો કારોબાર ફેલાવી રહ્યું છે. અદાણી પરિવાર દેશનો સૌથી અમીર પરિવાર બની ગયો છે, આ સાથે જ તેણે પોતાના બિઝનેસનું તેજીથી વિસ્તરણ કરવાનું પ્લાનિંગ બનાવ્યું છે, ત્યારે ગ્રૂપે એક ગ્લોબલ કંપની ખરીદી છે 

ગૌતમ અદાણીનું સૌથી મોટું શોપિંગ, ખરીદી લીધી વધુ એક ગ્લોબલ કંપની, આટલા કરોડમાં થઈ ડીલ

Gautam Adani : હિંડનબર્ગના રિપોર્ટથી પીછો છોડાવ્યા બાદ અદાણી ગ્રૂપે ફરીથી તેજીથી પોતાનો વ્યાપ વધારવાનું શરૂ કરી દીધું છે. ગ્રૂપની કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) એ વધુ એક કંપની ખરીદી લીધી છે. અદાણી ગ્રૂપે આ માહિતી આપતા જણાવ્યું કે, તેણે ગ્લોબલ ઓએસવી ઓપરેટર એસ્ટ્રો ઓફશોરમાં 80 ટકાની ભાગીદારી ખરીદવા માટે એક ડેફિનેટિવ એગ્રીમેન્ટ કર્યો છે. આ ઓલ કેશ ડીલ 185 મિલિયન ડોલરમાં થઈ છે. એસ્ટ્રો એક ઓફશોર સપ્લાય વેસલ ઓપરેટર છે, જે અખાતી દેશો, ભારત, પૂર્વીય એશિયા અને આફ્રિકામાં ઓપરેટ કરે છે. કંપનીની પાસે 26 જહાજો છે, જેમાં એન્કર હેન્ડલીંગ ટગ્સ અને મલ્ટીપર્પઝ સપોર્ટ વેસલ્સ પણ સામેલ છે. આ વેસલ મેનેજમેન્ટ અને તેના સાથે જોડાયેલી સેવા આપે છે. 

  • અદાણી ગ્રૂપામં સામેલ થઈ વધુ એક ગ્લોબલ કંપની
  • APSEZ એસ્ટ્રોમાં ખરીદી 80% ભાગીદારી
  • એસ્ટ્રોની પાસે કુલ 26 જહાજોનો મોટો કારોબાર 

અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ શુક્રવારે કહ્યું કે, તેણે એક ફર્મમાં 80 ટકા ભાગીદારી ખરીદીને કરાર કર્યો છે. કંપનીએ આ ભાગીદારી ગ્લોબલ કંપની એસ્ટ્રોમાં 185 મિલિયન ડોલર કેશની સાથે ડીલ કરી છે. જેનો મતલબ છે કે, આ કંપનીમાં 80 ટકા ભાગીદારી ખરીદવા માટે 185 મિલિયન ડોલર (1552 કરોડ રૂપિયા) માં ડીલ થઈ છે. અદાણી પોર્ટે કહ્યું કે, આ કરાર બાદ પહેલા વર્ષમાં જ કંપનીની વેલ્યૂમાં વધારો થવાની આશા છે. 

એસ્ટ્રો એ મધ્ય પૂર્વ, ભારત, દૂર પૂર્વ એશિયા અને આફ્રિકામાં અગ્રણી વૈશ્વિક ઓફશોર સપોર્ટ વેસલ (OSV) ઓપરેટર છે. એસ્ટ્રો પાસે 26 OSV નો કાફલો છે જેમાં એન્કર હેન્ડલિંગ ટગ્સ (AHTs), ફ્લેટ ટોપ બાર્જ્સ, મલ્ટીપર્પઝ સપોર્ટ વેસેલ્સ (MPSVs) અને વર્કબોટ્સનો સમાવેશ થાય છે અને તે જહાજ સંચાલન અને પૂરક સેવાઓ પ્રદાન કરે છે.

એક્વિઝિશન અમને ટાયર-1 ગ્રાહકોની પ્રભાવશાળી યાદીમાં પ્રવેશ આપશે, જ્યારે અરેબિયન ગલ્ફ, ભારતીય ઉપખંડ અને દૂર પૂર્વ એશિયામાં અમારી હાજરીને વધુ મજબૂત બનાવશે. અમે એસ્ટ્રોની લીડરશીપ ટીમ સાથે મળીને કામ કરવા અને હાલના પ્લેટફોર્મને આગળ વધારવા માટે આતુર છીએ.

ઇટ્રોના અધિગ્રહણથી અદાણીની કંપની મજબૂત થશે 
APSEZ ના ડાયરેક્ટર અને CEO અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે એસ્ટ્રોનું અધિગ્રહણ એ વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ ઓપરેટર્સમાંના એક બનવાના અમારા રોડમેપનો એક ભાગ છે. એસ્ટ્રો અમારા હાલના 142 ટગ અને ડ્રેજર્સના કાફલામાં 26 OSV ઉમેરશે, જેની કુલ સંખ્યા 168 થશે.

શુક્રવારે BSE પર શેર 0.46% વધીને રૂ. 1482.65 પર બંધ થયો હતો, જ્યારે છેલ્લી વખતે તે રૂ. 1475.85 પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ રૂ. 3.20 લાખ કરોડ હતું. તમને જણાવી દઈએ કે અદાણીના આ શેરે છેલ્લા એક વર્ષમાં 81 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોક પાંચ વર્ષમાં 305.25 ટકા વધ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news