મોંઘા Petrol-Diesel ની નહીં થયા ટેન્શન! આ રીતે મેળવી શકો છો 50 લીટર પેટ્રોલ મફત

દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol Diesel Price) આકાશે છે. પેટ્રોલ 100 રૂપિયા પહોંચવા પર હવે સરકાર પણ હરકતમાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman), રિઝર્વ બેન્ક ગવર્નર શક્તિકાંત દાસ (Reserve Bank Governor Shaktikanta Das) ટેક્સ ઘટાડાની વાત કરી રહ્યા છે

મોંઘા Petrol-Diesel ની નહીં થયા ટેન્શન! આ રીતે મેળવી શકો છો 50 લીટર પેટ્રોલ મફત

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol Diesel Price) આકાશે છે. પેટ્રોલ 100 રૂપિયા પહોંચવા પર હવે સરકાર પણ હરકતમાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman), રિઝર્વ બેન્ક ગવર્નર શક્તિકાંત દાસ (Reserve Bank Governor Shaktikanta Das) ટેક્સ ઘટાડાની વાત કરી રહ્યા છે, પરંતુ રાહત ક્યારે મળશે તેની આશા દૂર દૂર સુધી જોવા મળી રહી નથી.

50 લીટર પેટ્રોલ એકદમ મફત!
તેમ છતાં નિરાશ થવાની જરૂરિયાત નથી. કેમ કે, એક એવી સ્કીમ છે જેનાથી તમે ઇચ્છો તો વર્ષ દરમિયાન 50 લીટર પેટ્રોલ (Petrol Price) એકદમ મફત મેળવી શકો છે. માત્ર શરત એટલી છે કે, તમારી પાસે ઇન્ડિયન ઓઈલ એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડ (IndianOil HDFC Bank Credit Card) હોવું જોઇએ અને તેનાથી પેમેન્ટ કરો. એચડીએફસી બેન્કની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ ક્રેડિટ કાર્ડથી (Credit Card) ખરીદી પર તમને ફ્યૂલ પોઈન્ટ્સ (Fuel Points) મળે છે.

ખરીદી પર આ રીતે મળશે પોઈન્ટ્સ
જ્યારે તમે આ ક્રેડિટ કાર્ડથી (Credit Card) પેટ્રોલ ખરીદી કરો છો તો તમે જેટલા પૈસા ખર્ચ કરો છો તેના 5 ટકા તમને ફ્યૂલ પોઇન્ટ્સ (Fuel Points) તરીકે મળશે. ઇન્ડિયન ઓઈલ (Indian Oil) આઉટલેટ પર પહેલા 6 મહિનામાં દર મહિને વધુમાં વધુ 50 ફ્યૂલ પોઇન્ટ્સ મળે છે. છ મહિના બાદ તમે મેક્સિમમ 150 ફ્યૂલ પોઈન્ટ મેળવી શકો છો. આ ઉપરાંત અન્ય શોપિંગ પર પણ 150 રૂપિયા ખર્ચ કરવા પર 1 ફ્યૂલ પોઇન્ટ મળે છે. આ ફ્યૂલ પોઈન્ટ્સને રીડિમ કરી તમે વર્ષનું 50 લીટર પેટ્રોલ ડીઝલ મેળવી શકો છો.

IndianOil HDFC Bank Credit Card ની ફી
પરંતુ આ કાર્ડ તમને ફ્રીમાં મળશે નહીં. આ ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરવા પર તમારે મેમ્બરશિપ ફી તરીકે 500 રૂપિયા GST અલગથી આપવી રહેશે. બેન્કની પાસે આ કાર્ડ સાથે જોડાયેલા તમામ અધિકાર રહશે. આ કાર્ડ માટે 21 વર્ષથી 60 વર્ષ સુધીના કસ્ટમર એપ્લાય કરી શકે છે. જો તમે નોકરી કરો છો તો તમારી નેટ મંથલી ઇનકમ ઓછામાં ઓછી 10,000 રૂપિયા હોવી જોઇએ. જો તમારું આ ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય છે તો 24 કલાકની અંદર તેની જાણકારી આપવાની રહેશે. નવા કાર્ડ માટે તમારી પાસે કોઈ ફી લેવામાં આવશે નહીં.

આ શહેરોમાં નથી ઓફર
જો કે, આ ક્રેડિટ કાર્ડની સુવિધા કેટલાક સિલેક્ટેડ શહેરોમાં જ છે. જો તમે બેંગલુરૂ, ચેન્નાઈ, દિલ્હી, ગુરુગ્રામ, મુંબઇ (ઠાણે વાશી સહિત), પુણે, હૈદરાબાદમાં (સિકંદરાબાદ સહિત) રહો છો તો આ ઓફરનો ઉપયોગ કરી શકશો નહીં. એચડીએફસી બેન્કની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, એક વાતનું ધ્યાન રાખો કે, તમે બિઝનેસ કરો છો તો તમારી ઓછામાં ઓછી ઇનકમ 6 લાખ રૂપિયા વર્ષની હશે તો આ કાર્ડ માટે એપ્લાય કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news