Gold Rate: સોનાના ભાવમાં એક ઝાટકે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો, ચાંદી પણ ધડામ, જાણો અચાનક કેમ સસ્તું થયું સોનું?

સોના અને ચાંદીના ભાવમાં ગણતરીના કલાકોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યુરિટીઝમાં વરિષ્ઠ વેશ્લેષક (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ કહ્યું કે સુરક્ષિત રોકાણની માંગણી અને આગામી તહેવારો માટે ભારતની રિટેલ માંગણીમાં સુધારની આશાએ નુકસાનને સિમિત કરી દીધુ. 

Gold Rate: સોનાના ભાવમાં એક ઝાટકે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો, ચાંદી પણ ધડામ, જાણો અચાનક કેમ સસ્તું થયું સોનું?

સોના અને ચાંદીના ભાવમાં ગણતરીના કલાકોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. તેનું કારણ છે જવેલરી વેચનારા અને રિટેલ વેપારીઓની નબળી માંગણી. જેના કારણે શુક્રવારે દિલ્હીના શરાફા બજારમાં સોનાના ભાવમાં 1150 રૂપિયાના કડાકો જોવા મળ્યો. આ ઘટાડા સાથે સોનું  80,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે બીજી બાજુ ચાંદી પણ વેચાવલીના દબાણમાં જોવા મળી અને લગભગ 2000 રૂપિયા ગગડીને 99,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી. 

જો એક દિવસ પહેલા એટલે કે ગુરુવારની વાત કરીએ તો ચાંદી 1.01 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી જ્યારે 99.5 ટકા શુદ્ધ સોનાનો ભાવ 350 રૂપિયા તૂટીને 80,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો હતો. જે એક દિવસ પહેલા 80,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો. આ સિવાય 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1150 રૂપિયા તૂટીને 80,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો હતો. જ્યારે ગુરુવારે તેનો ભાવ 81,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 

આઈબીજેએ રેટ્સ
બીજી બાજુ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો ગુરુવારે 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 531 રૂપિયાના કડાકા સાથે 78,161 પર ખુલ્યું હતું. તે પહેલા આગલા દિવસે કડાકા સાથે જ 78,692 પર બંધ થયું હતું.  ત્યારબાદ શુક્રવારે પણ તે 182 રૂપિયા તૂટીને 78,064 પર પહોંચ્યું હતું. આમ બે દિવસમાં 688 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના  ભાવમાં પણ બે દિવસમાં 3351 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે સાંજે ચાંદી ગગડીને 98862 પર ક્લોઝ થઈ હતી જે શુક્રવારે 95800 પર ક્લોઝ થઈ. 

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.  

કયા કારણ સસ્તા થયા સોના અને ચાંદી
વેપારીઓએ  કહ્યું કે સ્થાનિક બજારોાં જ્વેલર્સ અને રિટેલ સેલર્સની નબળી માંગણી મોટું કારણ છે. જ્યારે વિદેશી બજારોમાં નબળાઈના કારણે પણ સોનાના ભાવ પર અસર જોવા મળી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ના વાયદા બજારમાં ડિસેમ્બર ડિલીવરી થનારા સોનાનો ભાવ 406 રૂપિયા તૂટીને 77,921 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. 

બીજી બાજુ વાયદા બજારમાં ચાંદીનો ભાવ 1134 રૂપિયા તૂટીને 95,898 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો. વૈશ્વિક સ્તર પર જિન્સ બજારમાં સોના વાયદા 15.90 ડોલર પ્રતિ ઔંસના ઘટાડા સાથે 2,733 ડોલર પ્રતિ ઔંસ જોવા મળ્યો. 

શું કહેવું છે વિશેષજ્ઞોનું?
એચડીએફસી સિક્યુરિટીઝમાં વરિષ્ઠ વેશ્લેષક (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ કહ્યું કે શુક્રવારે સોનાનામાં ઘટાડો જોવા મળ્યો કારણ કે અમેરિકી આર્થિક આંકડાઓથી એક સંકેત મળ્યા કે અમેરિકી ફેડરલ રિઝર્વ નીતિગત દરોમાં ઝડપથી કાપની સંભાવના નહીં જોવા મળે. ગાંધીએ કહ્યું કે અમેરિકામાં બેરોજગારીના દાવામાં પણ બીજા સપ્તાહે ઘટાડો થયો છે. જે શ્રમબજારમા મજબૂતી દર્શાવે છે. જ્યારે એસએન્ડપી પીએમઆઈમાં વધારો ખાનગી ક્ષેત્રમાં મજબૂત સંકેત આપે છે. આ બધાની સોનાના ભાવ પર અસર પડી. જો કે તેમણે કહ્યું કે સુરક્ષિત રોકાણની માંગણી અને આગામી તહેવારો માટે ભારતની રિટેલ માંગણીમાં સુધારની આશાએ નુકસાનને સિમિત કરી દીધુ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news