Gold-Silver price today: સોનું થયું સસ્તું, ચાંદીની કિંમત 874 રૂપિયાનો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver price today ભારતીય બજારમાં સોમવારે ફરી સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડાની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી હતી. 
 

Gold-Silver price today: સોનું થયું સસ્તું, ચાંદીની કિંમત 874 રૂપિયાનો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

નવી દિલ્હીઃ સોના-ચાંદીની કિંમતોમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે ગ્લોબલ સ્તર પર ઓછી કિંમતોને અનુરૂપ રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારે સોનું 321 રૂપિયાના ઘટાડા સાથે 51270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. પાછલા કારોબારમાં સોનું 5151 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તો ચાંદીની કિંમતમાં પણ 874 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ ચાંદીની કિંમત 60745 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ, જે પાછલા કારોબારમાં 61619 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. 

આંતરરાષ્ટ્રીય હજારમાં સોનું 1858 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી 21.54 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યુ કે કોમેક્સમાં હાજર સોનાની કિંમતોમાં0 .70 ટકાના ઘટાડા સાથે સોનાની કિંમતોમાં નબળો કારોબાર થયો હતો.

સોનાની વાયદા કિંમતોમાં ઘટાડો
નબળી માંગ વચ્ચે સટોરિયોએ પોતાના સોદોના આકારને ઘટાડ્યો, જેનાથી વાયદા કારોબારમાં સોમવારે સોનું 161 રૂપિયાના ઘટાડા સાથે 51540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયું હતું. મલ્ટી કોમેડિટી એક્સચેન્જમાં ઓગસ્ટની ડિલીવરી માટે સોનાનો કરાર 161 રૂપિયાના ઘટાડા સાથે 51540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો, જેમાં 14291 લોટ માટે કારોબાર થયો હતો. નિષ્ણાંતો પ્રમાણે કિંમતોમાં ઘટાડાનું કારણ સટોરિયાઓ દ્વારા પોતાના સોદામાં ઘટાડો કરવો છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.47 ટકાના ઘટાડા સાથે 1866.70 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. 

ચાંદીની વાયદા કિંમતમાં ઘટાડો
ઓછી માંગને કારણે કારોબારીઓએ પોતાના સોદા ઓછા કર્યા જેથી સોમવારે ચાંદીની વાયદા કિંમત 777 રૂપિયાના ઘટાડા સાથે 61152 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદીની જુલાઈ ડિલીવરી કરાર ભાવ 777 રૂપિયાના ઘટાડા સાથે 61152 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો જેમાં 13141 લોટ માટે કારોબાર થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news