Gold Rate: ઓ બાપરે! 11,000 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું? દિવાળી સુધીમાં તો ક્યાંક સોનું લેવું સપનું ન બની જાય!

આ વર્ષે અખાત્રીજ પહેલા જ સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે લોકો માટે હવે ક્યાંક સોનું ખરીદવું એક સપના જેવું ન બની જાય. છેલ્લા છ મહિનામાં એમસીએક્સ પર ગોલ્ડના ભાવમાં લગભગ 11000 રૂપિયા જેટલો ભાવ પ્રતિ 10 ગ્રામ વધ્યો છે. જ્યારે કોમોડિટી માર્કેટ એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ આગળ પણ આ તેજી ચાલુ રહેવાની આશા છે.

Gold Rate: ઓ બાપરે! 11,000 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું? દિવાળી સુધીમાં તો ક્યાંક સોનું લેવું સપનું ન બની જાય!

આમ તો સોનામાં ખરીદી આખું વર્ષ જોવા મળતી હોય છે પરંતુ કેટલાક અવસરો એવા હોય છે જ્યારે ગોલ્ડની જબરદસ્ત ડિમાન્ડ રહે છે. દાખલા તરીકે ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ ગણાય છે. એ જ રીતે અખાત્રીજ ઉપર પણ ગોલ્ડની ખરીદી કરાય છે. આ વર્ષે અખાત્રીજ પહેલા જ સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે લોકો માટે હવે ક્યાંક સોનું ખરીદવું એક સપના જેવું ન બની જાય. 

આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 1712 રૂપિયા ઉછળીને 68964 રૂપિયાના સ્તરે ભાવ જોવા મળ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 1658 રૂપિયા ચડીને 63171 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી હાલ પ્રતિ કિલો 1273 રૂપિયા વધીને 75400 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે. 

MCX પર સોનું
MCX પર સોનાના ભાવ આજે શરૂઆતમાં 1250 રૂપિયા સુધી ઉછળ્યા અને તેના પગલે 10 ગ્રામ સોનાનો ભાવ 69487 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. આ સોનાનો નવો ઓલ ટાઈમ હાઈ ભાવ છે. કોમેક્સ ઉપર પણ સોનું 2220 ડોલર પ્રતિ ઔંસના ભાવે પહોંચી ગયું. અત્રે જણાવવાનું કે માર્ચ મહિનામાં સોનાનો ભાવ 9 ટકા કરતા પણ વધુ ચડ્યો છે. જે જુલાઈ 2020 બાદ સૌથી મોટો માસિક વધારો છે. 

કેમ વધી રહ્યા છે ભાવ
સોનામાં ઉછાળાનું કારણ સુરક્ષિત રોકાણની વધતી ડિમાન્ડ છે. આ સાથે જ અમેરિકી સેન્ટ્રલ બેંક તરફથી વ્યાજ દરોમાં કાપની પણ આશા છે. આ બે મોટા ટ્રિગર્સના પગલે સોનાના ભાવ ઉછળી રહ્યા છે એવું એક્સપર્ટ્સનું માનવું છે. 

6 મહિનામાં 11000 રૂપિયા જેટલો વધ્યો ભાવ
છેલ્લા છ મહિનામાં એમસીએક્સ પર ગોલ્ડના ભાવમાં લગભગ 11000 રૂપિયા જેટલો ભાવ પ્રતિ 10 ગ્રામ વધ્યો છે. જ્યારે કોમોડિટી માર્કેટ એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ આગળ પણ આ તેજી ચાલુ રહેવાની આશા છે. માર્કેટ એક્સપર્ટ્સે કહ્યું કે નાણાકીય વર્ષ 2025માં પણ સોનાના ભાવમાં તેજી ચાલુ રહી શકે છે. કારણ કે યુએસ ફેડ દ્વારા 2024માં  વ્યાજદરોમાં કાપની જાહેરાતની આશા છે.  અનુમાન છે કે નવા નાણાકીય વર્ષના પહેલા નવ મહિનાઓમાં કે પછી કહેવાય કે પહેલા ત્રણ ત્રિમાસિકમાં અમેરિકી ફેડ ત્રણવાર વ્યાજ દરોમાં કાપ કરી શકે છે. આ ઉપરાંત ગ્લોબલ પોલિટિકલ ટેન્શન, ફુગાવો, અમેરિકી ડોલરના પરફોર્મન્સની અસર સોનાના  ભાવ પર  પડવાની શક્યતા છે. આગામી નાણાકીય વર્ષમાં એમસીએસ પર ગોલ્ડનો ભાવ 74000 રૂપિયા રહી શકે છે. 

મીડિયા રિપોર્ટ મુજબ FY24માં સોનાના ભાવમાં તેજી પર બોલતા એસએસ વેલ્થ સ્ટ્રીટના સંસ્થાપક સુગંધા સચદેવે જણાવ્યું છે કે સોનાના ભાવમાં જબરદસ્ત તેજી આવી છે. નાણાકીય વર્ષ 23-24ના છેલ્લા બે ત્રિમાસિકમાં 11000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ ઉછાળો આવ્યો છે. તેણે રોકાણકારોને આકર્ષ્યા છે. આ તેજી આગળ ચાલુ રહે તેવી આશા છે. આગામી નાણાકીય વર્ષમાં સોનું વધુ ચમકશે. 

ક્યાં સુધી જશે ભાવ
બીજી બાજુ જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના ચેરમેન સંયમ મહેરાના જણાવ્યાં મુજબ વર્ષના અંતમાં 74000 રૂપિયાની આજુબાજુ સોનાના ભાવ જોવા મળી શકે છે. સોનાનો રેટ હવે 65000થી 66000 રૂપિયા નોર્મલ રેટ છે. આવામાં આવનારા દિવસોમાં રોકાણકારો ઉપરના સ્તર પર 73000થી 74000 રૂપિયા સુધી જોશે. હવે અખાત્રીજ (અક્ષય તૃતિયા) સુધી મંદી જોવા મળશે નહીં. કારણ કે અખા ત્રીજમાં લોકો આસ્થા સાથે જ્વેલરીની ખરીદી કરે છે. નોર્થમાં લગ્નગાળો શરૂ થાય છે, મિલેનિયલ્સ ફેશન ટ્રેન્ડ સાથે ખરીદી કરે છે. 

સંયમ મહેરા આગામી 3 મહિનામાં ટાર્ગેટ ખુબ મજબૂત જોઈ રહ્યા છે.  તેમણે કહ્યું કે કોમેક્સ પર દિવાળી નજીક સોનું 2400 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. ફેડ રેટ કટની સોનાના ભાવ પર વધુ અસર નહીં પડે. આવામાં તમામના પોર્ટફોલિયોમાં 15થી 20 ટકા ગોલ્ડ હોવું જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news