સોનામાં આગ ઝરતી તેજી, ચાંદી પણ પૂરબહારમાં

બુધવારે દેશના સોની બજારમાં 38,488 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઉપર ચાલ્યું ગયું હતું. સોનામાં 700 રૂપિયાથી વધુની તેજી આવી હતી. તો ચાંદીમાં 1000 રૂપિયાથી વધુનો ઉછાળ જોવા મળ્યો હતો. ચાંદીનો ભાવ 43500 રૂપિયા ઉપર પહોંચી ગયો હતો. 

સોનામાં આગ ઝરતી તેજી, ચાંદી પણ પૂરબહારમાં

દિલ્હી/અમદાવાદઃ મજબૂત વિદેશી સંકેતો અને ઘરેલૂ બજારમાં આવેલી તેજીથી સોનુ બુધવારે દેશના સોની બજારમાં 38,488 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઉપર ચાલ્યું ગયું હતું. સોનામાં 700 રૂપિયાથી વધુની તેજી આવી હતી. તો ચાંદીમાં 1000 રૂપિયાથી વધુનો ઉછાળ જોવા મળ્યો હતો. ચાંદીનો ભાવ 43500 રૂપિયા ઉપર પહોંચી ગયો હતો. ઘરેલૂ બજારમાં સોનુ ફરી નવી ઉંચાઈ પર જઈ ચુક્યું છે. તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1,500 ડોલર પ્રતિ ઔંસથી ઉપર ચાલી રહ્યો છે, જે મહિનાના આધાર પર ઓગસ્ટ 2013 બાદ સૌથી ઉંચા સ્તરે છે. 

આંતરરાષ્ટ્રીય ફ્યૂચર બજાર કોમેક્સ પર સોનુ બુધવારે 1,503.25 ડોલર પ્રતિ ઔંસ સુધી ઉછળ્યું જે માસિક આધાર પર ઓગસ્ટ 2013 બાદ સૌથી ઉંચા સ્તર પર છે. સોનાનો ભાવ કોમેક્સ પર ઓગસ્ટ 2013મા 1573 ડોલર પ્રતિ ઔંસ સુધી ઉછળ્યો હતો. 

બજાર નિષ્ણાંતો તથા આભૂષણ વ્યાપારીઓ અનુસાર, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર અને મુખ્ય એશિયન કરન્સીમાં આવેલી નબળાઇને કારણે મોંઘી ધાતુઓના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં સતત ચાર દિવસથી તો ચાંદીમાં સતત ત્રણ દિવસથી તેજીનો સિલસિલો ચાલી રહ્યો છે. 

વિદેશી બજારથી મળેલા નબળા સંકેતો અને ઘરેલૂ મુદ્દામાં આવેલી નબળાઈથી ભારતમાં પણ સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી રહી છે અને બંન્ને ધાતુઓ સતત નવી ઉંચાઇએ પહોંચી રહી છે. 

જ્વેલરી વેપારી અને જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સિક ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ શાંતિભાઈ પટેલે આઈએએનએસ સાથે વાતચીતમાં કહ્યું કે, વિદેશી બજારોમાં સોનામાં તેજીથી ઘરેલૂ સોની બજારમાં કિંમતોમાં ઉછાળો આવ્યો છે. પરંતુ કિંમતોમાં વધારો થતાં માગમાં ઘટાડો થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news