God Price: દશેરા પહેલા એક ઝટકામાં મોંઘુ થઈ ગયું સોનું, ચાંદીની કિંમતમાં પણ તેજી, જાણો નવો ભાવ

Gold-Silver Price Today: સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સોના અને ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી રહી છે.  MCX પર ડિસેમ્બર ડિલીવરીવાળી સોનાની કિંમત 550 રૂપિયા અને ચાંદીની કિંમતમાં 800 રૂપિયાથી વધુની તેજી આવી છે. 
 

God Price: દશેરા પહેલા એક ઝટકામાં મોંઘુ થઈ ગયું સોનું, ચાંદીની કિંમતમાં પણ તેજી, જાણો નવો ભાવ

નવી દિલ્હીઃ સોના-ચાંદીની કિંમતમાં આજે શરૂઆતી કારોબારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. એમસીએક્સ પર સોનાની કિંમતમાં 500 રૂપિયાથી વધુની તેજી આવી જ્યારે ચાંદીમાં 800 રૂપિયાથી વધુનો ઉછાળ આવી રહ્યો છે. સવારે 10.15 કલાકે ડિસેમ્બર ડિલીવરીવાળું સોનું 553 રૂપિયાની તેજીની સાથે 75850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. જ્યારે ચાંદી 804 રૂપિયાની તેજીની સાથે 91108 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી.

એમસીએક્સ પર સોનું કાલે 75297 રૂપિયા પર બંધ થયું હતું અને આજે 75660 રૂપિયા પર ઓપન થયું હતું. શરૂઆતી કારોબારમાં તે 75856 રૂપિયા સુધી ઉપર ગયું હતું. આ રીતે ચાંદી કાલે 90304 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી અને આજે 90502 રૂપિયા પર ખુલી હતી. મજબૂત હાજર માંગ વચ્ચે સટોરિયાઓ દ્વારા તાજા સોદાની ખરીદી કરવાથી વાયદા કારોબારમાં ગુરૂવારે સોનાની કિંમત 156 રૂપિયાની તેજી આવી અને તે 75090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.31 ટકાની તેજી સાથે 2615 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું હતું. 

સોની બજારમાં કિંમતો ઘટી
સ્થાનિક જ્વેલર્સ અને રિટેલર્સની નબળી માંગને કારણે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 350 રૂપિયા ઘટીને 77,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. બુધવારે સોનું 77,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જારી રહ્યો હતો. 8 ઓક્ટોબરથી છેલ્લા ત્રણ સત્રમાં સોનું 1,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યું છે. જોકે, ગુરુવારે ચાંદીની કિંમત રૂ. 300 મજબૂત થઈને રૂ. 91,500 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news