Gold Rate Today: રાતોરાત સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી પણ મોંઘી થઈ, જાણો લેટેસ્ટ રેટ

Gold Silver Rate Today: બંને કિંમતી ધાતુ સોનું અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. પરમ દિવસે તેજીનો માહોલ હતો અને પછી કાલે બજારમાં કડાકો જોવા મળ્યો જ્યારે આજે રાતોરાત  સોનાના ભાવમાં વધી પાછો ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.

Gold Rate Today: રાતોરાત સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી પણ મોંઘી થઈ, જાણો લેટેસ્ટ રેટ

Gold Silver Rate Today: બંને કિંમતી ધાતુ સોનું અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. પરમ દિવસે તેજીનો માહોલ હતો અને પછી કાલે બજારમાં કડાકો જોવા મળ્યો જ્યારે આજે રાતોરાત  સોનાના ભાવમાં વધી પાછો ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. શરાફા બજારમાં ગઈ કાલે સોનું કડાકા સાથે 59143ના ભાવે બંધ થયું હતું જે આજે ભારે ઉછાળા સાથે જોવા મળી રહ્યું છે. 

સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 397 રૂપિયાના વધારા સાથે 59541 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 365 રૂપિયા ઉછળીને 54540 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ ચાંદીમાં પ્રતિ કિલો 359 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને હાલ ભાવ 74298 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news