સોમવારે સોના-ચાંદીના ભાવમાં આવી તેજી, જાણો નવી કિંમત

એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલ પ્રમાણે, કોમેક્સ ફર્મમાં સોમવારે સોનાની કિંમતોમાં હાજર સોનાની કિંમતો 1794 ડોલર પ્રતિ ઔંસ હતી.   

Updated By: Nov 29, 2021, 05:54 PM IST
સોમવારે સોના-ચાંદીના ભાવમાં આવી તેજી, જાણો નવી કિંમત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તર પર કિંમતી ધાતુની કિંમતોમાં તેજીને કારણે સોમવારે દિલ્હીમાં સોનાની કિંમત 242 રૂપિયાના વધારા સાથે 47,242 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ છે. સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 543 રૂપિયાના વધારા સાથે 62,248 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. તેના પાછલા કારોબારમાં ચાંદીની કિંમત 61,705 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધારા સાથે 1794 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી સપાટ 23.34 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી છે. 

એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલ પ્રમાણે, કોમેક્સ ફર્મમાં સોમવારે સોનાની કિંમતોમાં હાજર સોનાની કિંમતો 1794 ડોલર પ્રતિ ઔંસ હતી. મજબૂત ડોલર અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારા છતાં વાયરસની ચિંતાઓને કારણે સોમવારે સોનાની કિંમતોમાં તેજી આવી છે. 

આ પણ વાંચોઃ આ યોજનાથી થશે સૌથી મોટો ફાયદો, માત્ર પાંચ વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા

સોનાનો વાયદા ભાવ
મજબૂત હાજર માંગ વચ્ચે સટોરિયાઓએ તાજા સોદાની લિવાલી કરી જેથી વાયદા કારોબારમાં સોમવારે સોનું 270 રૂપિયાની તેજીની સાથે 47855 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનો વાયદા ભાવ 270 રૂપિયાના વધારા સાથે 47,855 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો, જેમાં 860 લોટનો કારોબાર થયો હતો. વિશ્લેષકોએ કહ્યું કે, સટોરિયાઓની તાજા પોઝિશનથી સોનાની કિંમતોમાં તેજી આવી છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 0.44 ટકાની તેજી સાથે 1795.90 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું હતું. 

ચાંદીની વાયદા કિંમત
મજબૂત હાજર માંગને કારણે કારોબારીઓએ પોતાના સોદાનો આકાર વધાર્યો જેથી વાયદા કારોબારમાં સોમવારે ચાંદીની કિંમત 684 રૂપિયાની તેજી સાથે 63,649 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં માર્ચ મહિનામાં ડિલિવરીવાળી ચાંદીનો ભાવ 684 રૂપિયાની તેજીની સાથે 63,649 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો, જેમાં 8266 લોટનો કારોબાર થયો હતો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદી 0.99 ટકાની તેજીની સાથે 23.37 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube