સરકારના આ પગલાંથી 5000 કરોડની થશે બચત, 10 રૂપિયા સસ્તુ થશે પેટ્રોલ!

મોદી સરકાર એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જો સરકારનો આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો તો પેટ્રોલ 10 રૂપિયા પ્રતિ લીટર સુધી સસ્તું થઇ શકે છે, તમારો પેટ્રોલ પરનો ખર્ચ 10 ટકા સુધી ઓછો થઇ શકે છે. આ પગલાંથી સરકારી ખજાનામાં 5000 કરોડ રૂપિયાની બચત થશે. ભારતીય ઇકોનોમીને 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્ય સુધી પહોંચડવા માટે એક મોટું પગલું સાબિત થશે. 

સરકારના આ પગલાંથી 5000 કરોડની થશે બચત, 10 રૂપિયા સસ્તુ થશે પેટ્રોલ!

નવી દિલ્હી: મોદી સરકાર એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જો સરકારનો આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો તો પેટ્રોલ 10 રૂપિયા પ્રતિ લીટર સુધી સસ્તું થઇ શકે છે, તમારો પેટ્રોલ પરનો ખર્ચ 10 ટકા સુધી ઓછો થઇ શકે છે. આ પગલાંથી સરકારી ખજાનામાં 5000 કરોડ રૂપિયાની બચત થશે. ભારતીય ઇકોનોમીને 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્ય સુધી પહોંચડવા માટે એક મોટું પગલું સાબિત થશે. 

જોકે સરકાર દેશભરમાં મિથેનોલ બ્લેંડેડ ફ્યૂલ લાવવાની તૈયારીમાં છે. તેના માટે રોડ ટ્રાંસપોર્ટ તથા હાઇવે મિનિસ્ટર નિતિન ગડકરીએ પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાનને પત્રમાં લખ્યું છે કે તે દેશભરમાં મિથેનોલ બ્લેંડેડ ફ્યૂલ ઉપલબ્ધ કરાવે. સરકારના આ પગલાંથી પ્રદૂષણમાં 30 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. મિથેનોલની કિંમત 20 રૂપિયા પ્રતિ લીટર છે. ઇન્ડીયન ઓઇલ પહેલાં જ મિથેનોલ બ્લેંડેડ બનાવી રહી છે. તેમાં 15 ટકા મિથેનોલ અને 85 પેટ્રોલ છે. 

ઇકોનોમિક્સ ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર નીતિ આયોગના સભ્ય વીકે સારસ્વતે જણાવ્યું કે M15 પર 65,000 કિલોમીટરનો ટ્રાયલ રન પુરો કરી લીધો છે. નીતિ આયોગે જણાવ્યું કે ફ્યૂલમાં 15 ટકા મિથેન બ્લેંડ કરવાથી 2030 સુધી 100 અરબ ડોલરની બચત થઇ જશે. 

ટ્રાયલના રૂપે પુણેમાં 15 મિથેનોલ મિશ્રિત પેટ્રોલ વડે ગાડીઓ ચલાવવામાં આવી. સમાચારો અનુસાર પુણેમાં મારૂતિ અને હ્યુન્ડાઇમાં મિથેનોલ મિશ્રિત પેટ્રોલ નાખીને ટ્રાયલ રન કરવામાં આવ્યો. સરકાર આ દિશામાં જેટલું ઝડપથી કામ કરી રહી છે તેનાથી લાગે છે કે જલદી દેશભરમાં પેટ્રોલ પંપો પર મિથેનોલ મિશ્રિત પેટ્રોલ મળવા લાગશે. 

તમને જણાવી દઇએ કે હાલ પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રિત કરવામાં આવે છે, પરંતુ મિથેનોલના મુકાબલે ઇથેલોન ખૂબ મોંઘુ છે. ઇથેલોનની કિંમત 40 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે મિથેનોલની કિંમત 20 રૂપિયા પ્રતિ લીટર છે. મિથેનોલ કોલસામાંથી બને છે, તો ઇથેનોલ શેરડીમાંથી બને છે. 

જ્યાં સુધી મિથેનોલની આપૂર્તિની વાત છે તો સરકાર ઇંપોર્ટ પર વિચાર કરી રહી છે. ચીન, મેક્સિકો અને મિડલ ઇસ્ટમાંથી મિથેનોલનું ઇંપોર્ટ કરવામાં આવી શકે છે. તો બીજી તરફ દેશમાં RCF (રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર), GNFC (ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન) અને અસમ પેટ્રોકેમિકલ જેવી કંપનીના ક્ષમતા વિસ્તારની તૈયારી પણ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં મિથેનોલને ઘરમાં ખોરાક બનાવવાના ઇંધણ તરીકે ઉપયોગ કરી શકાશે. તેના માટે સરકાર દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી રહી છે. આ પ્રયોગની શરૂઆત અસમથી થઇ ચૂકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news