Stock Market News: ભુક્કા કાઢી નાખ્યા! લોકોએ ઘરે બંગલા બાંધ્યા, 4 વર્ષમાં 2 રૂપિયાનો શેર પહોંચ્યો 55 રૂપિયા 

તમને ભરોસો નહીં થાય પણ 4 વર્ષ પહેલાં જેને 2 રૂપિયાના ભાવે આ શેરની ખરીદી કરી હશે એ આજે અબજોપતિ બની ગયો હશે. આ ગુજરાતી કંપનીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આજે શેરનો ભાવ 55 રૂપિયા છે. 

Stock Market News: ભુક્કા કાઢી નાખ્યા! લોકોએ ઘરે બંગલા બાંધ્યા, 4 વર્ષમાં 2 રૂપિયાનો શેર પહોંચ્યો 55 રૂપિયા 

ગુજરાતમાં સોલર ઉર્જા સાથે સંકળાયેલી આ કંપનીનો એક સમયે દબદબો હતો. હવે ફરી કંપની થર્ડ ગિયરમાં ચાલી રહી છે. સુઝલોન એનર્જીના  (Suzlon Energy) શેરમાં સોમવારે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો, બપોરે 1 વાગ્યા સુધી આ કંપનીના શેર 3.15 ટકા વધીને રૂ.54.71 પર પહોંચી ગયા હતા. આ પહેલાં શુક્રવારે કંપનીના શેર રૂ. 53.05 પર બંધ થયા હતા. સુઝલોન એનર્જીના શેરોએ છેલ્લા એક વર્ષમાં રોકેટ ગતિ પ્રાપ્ત કરી છે. આ એક વર્ષના ગાળામાં કંપનીના શેરમાં 291.57 ટકાનો વધારો થયો છે.

વાસ્તવમાં, સુઝલોન એનર્જી (Suzlon Energy Share)ના શેરમાં વર્ષ 2024માં 42.34 ટકાનો વધારો થયો છે. કંપની આ વર્ષે બજારમાં સારો દેખાવ કરી રહી છે. જેના પગલે કંપનીના શેરમાં સતત વધારો થઈ રહ્યો છે. સુઝલોન એ અલગ અલગ વ્યવસાયમાં છે વિન્ડ એનર્જી એની મોનોપોલી છે.  તમને જણાવી દઈએ કે ગુરુવારે શેર 3 ટકા વધીને 50.53 રૂપિયા પર બંધ થયો હતો, આ શેર એક સપ્તાહમાં 18 ટકા, ત્રણ મહિનામાં 40 ટકા, એક વર્ષમાં 250 ટકા અને ત્રણ વર્ષમાં 600 ટકા વધ્યો હતો.

વર્ષ 2008ની શરૂઆતમાં સુઝલોન એનર્જીનો શેર બજારમાં ધૂમ મચાવી રહ્યો હતો અને જાન્યુઆરીમાં રૂ. 373.52 પર હતો, પરંતુ તે પછી કંપનીના શેર ગગડી ગયા અને લોકોને આશા છે કે ફરી એ ઉંચાઈએ પહોંચશે.  વર્ષ 2013માં આ શેર ઘટીને રૂ.10. પણ આવી ગયા હતા. 30 ઓગસ્ટ 2013ના રોજ તે ફરી ઘટીને 5.46 રૂપિયા થઈ ગયો હતો. આ પછી કંપનીના શેરની સ્થિતિ આગામી કેટલાક વર્ષો સુધી ખરાબ રહી, વર્ષ 2020માં શેર ઘટીને 2.30 રૂપિયા થઈ ગયો હતો. મોર્ગન સ્ટેનલીએ શેર પર 58.50 રૂપિયાનો નવો ટાર્ગેટ આપ્યો - રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ 20.7 ગીગાવોટના પ્લાન્ટમાંથી લગભગ 12 ગીગાવોટ વીજળી પેદા કરવા માટે ટર્બાઇન બનાવ્યું છે.

2023થી ચડતી શરૂ થઈ...
સુઝલોન એનર્જીનો શેર 6 જાન્યુઆરી, 2023ના રોજ રૂ. 10.20 પર હતો, ઓગસ્ટ 2023 સુધીમાં કંપનીના શેર રૂ. 20ને પાર કરી ગયા અને નવેમ્બર સુધીમાં તે રૂ. 42.30ના આંકડાને સ્પર્શી ગયા હતા. એકંદરે, સુઝલોન એનર્જી માટે 2023નું કેલેન્ડર વર્ષ જબરદસ્ત રહ્યું હતું. આ પછી, કંપનીના શેરોએ રોકાણકારોને ક્યારેય નિરાશ કર્યા નથી અને તે રેડઝોનમાં ગયો જ નથી. નવો પ્લાન્ટ દર વર્ષે 2.5 ગીગાવોટ ટર્બાઇન બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ એક શાનદાર પ્રદર્શન છે. તેથી કંપની વધુ વિસ્તરણ પર ફોકસ વધારી શકે છે.

જબરદસ્ત ઉછાળો
સુઝલોન એનર્જીના શેરોએ છેલ્લા એક વર્ષમાં રોકેટ ગતિએ આગળ વધ્યો છે. શેર બજારમાં ઉપરની તરફ ઝડપથી વધી રહ્યા છે. આ એક વર્ષના ગાળામાં કંપનીના શેરમાં 291.57 ટકાનો વધારો થયો છે અને તે 54.27 રૂપિયા પર પહોંચી ગયો છે. જો એક મહિનાની વાત કરીએ તો સુઝલોન એનર્જીના શેરમાં 19.61 ટકાનો વધારો થયો છે. સુઝલોન એનર્જીની 52-સપ્તાહની ઊંચી (52-wk HIGH) રૂ. 55.70 છે, જ્યારે તેની 52-સપ્તાહની નીચી (52-wk LOW) કિંમત રૂ. 13.25 છે અને તેનું માર્કેટ કેપ રૂ. 749.22 અબજ છે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. Zee24 kalak આ માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલાં આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news