ગુજરાતમાં જામ્યું ચોમાસુ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદ

Gujarat weather : ગુજરાતમાં હવે ધીમે-ધીમે ચોમાસું જામી રહ્યું છે. આજે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે પણ જાણો રાજ્યમાં ક્યારે વરસાદ પડશે. 

ગુજરાતમાં જામ્યું ચોમાસુ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસા અંગે આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આવતીકાલથી ગુજરાતમાં ચોમાસું આગળ વધશે. જી હાં શ્રવણ પંચકમાં વરસાદ સારો થાય તો તે પછી પણ સારો વરસાદ થાય છે. આવતીકાલે પંચક શરૂ થતાની સાથે જ સારા વરસાદની શક્યતા છે. ચારથી આઠ જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ થશે. સાથે રથયાત્રા દરમિયાન પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે. 15 અને 16 જુલાઈઐએ ગુજરાતમા પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે 19 અને 22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે.

 

અંબાલાલ પટેલે તારીખો સાથે કરી આગાહી

  • 11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા 
  • 15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા 
  • 17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા 
  • 19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 25 જૂને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જ્યારે સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમા ભારે વરસાદની આગાહી કરાઈ છે....જ્યારે 26 જૂને પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 27 અને 28 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેથી દક્ષિણ ગુજરાતમાં બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ સક્રિય થયું છે.

 

હવામાન વિભાગના ડો.રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે સોમવારે જામનગર, દ્વારકા, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારે થી અતિ ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી છે. તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, સુરત, ડાંગ, નવસારી, તાપીમાં આજે અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં આજે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આજે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ સક્રિય થયું છે. 

  • 25 જૂન ભારેથી અતિભારે વરસાદની આગાહી. બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ
  • 26 જૂન ભારે વરસાદની આગાહી છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
  • 27 જૂન ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી
  • 28 જુન ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદા નગર હવેલી
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news