Alibaba એ ભારતમાંથી બાંધી લીધા બોરીયા બિસ્તરા, ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ બંધ

ભારત સરકાર દ્વારા 59 ચીની એપ્સ બંધ કરવાના નિર્ણય બાદ દેશમાં અસર જોવા મળી રહી છે. ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબા ઓપરેશન્સ ભારતમાં બંધ કરી રહી છે. ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ બંધ કરી દેવામાં આવી છે. 

Alibaba એ ભારતમાંથી બાંધી લીધા બોરીયા બિસ્તરા, ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ બંધ

એકતા સુરી, નવી દિલ્હી: ભારત સરકાર દ્વારા 59 ચીની એપ્સ બંધ કરવાના નિર્ણય બાદ દેશમાં અસર જોવા મળી રહી છે. ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબા ઓપરેશન્સ ભારતમાં બંધ કરી રહી છે. ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ બંધ કરી દેવામાં આવી છે. 

UC browser ના કર્મચારીઓને એ પણ કહેવામાં આવ્યું છે કે તેમને કંપની, ઓપરેશન્સ, બંધ કરવાનો નિર્ણય લેવા માટે Compensate કરશે. 

તમને જણાવી દઇએ કે યૂસી બ્રાઉજર Alibaba આ આધીન કામ કરનાર કંપની છે. આ ભારતમાં ગૂગલ (Google) બાદ સૌથી વધુ ઉપયોગ થનાર એપ હતી. Alibaba દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ (E-Commerce) કંપનીઓમાંથી એક છે જેના સંસ્થાપક જૈક મા (Jack Ma) છે. 

તમને જણાવી દઇએ કે ભારત સરકારે આંતરિક સુરક્ષાનો હવાલો આપતાં ચીનના 59 એપ્સ પર પાબંધી લગાવી દીધી હતી. આ તમામ કંપનીઓને સરકારે પોતાનો પક્ષ રાખવા માટે કહ્યું હતું. આ દરમિયાન અલીબાબાએ કોઇ સ્પષ્ટતા આપ્યા વિના કારોબાર સમેટી લેવાનો નિર્ણય કર્યો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news