ICICI બેંકના ગ્રાહકો માટે આવ્યા મહત્વના સમાચાર, ધ્યાન નહીં આપો તો લાગશે મસમોટો ચાર્જ
Trending Photos
નવી દિલ્હી: દેશના મોટા પ્રાઈવેટ બેંક ICICI Bankએ કેશ ટ્રાન્ઝેક્શન ઘટાડવા માટે ગ્રાહકોને અલર્ટ કર્યા છે. બેંકનું કહેવું છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital Transaction) ને પ્રોત્સાહન આપવા માટે નવા નિયમ આ મહિનેથી લાગુ થઈ રહ્યા છે. હવે જો ગ્રાહક લોનની EMI બેંક બ્રાન્ચમાં જઈને કેશમાં જમા કરાવશે તો તેમણે ચાર્જ આપવો પડશે. બેંક હવે 'કેશ ટ્રાન્ઝેક્શન ચાર્જ' વસૂલશે.
બેંક 15 સપ્ટેમ્બર 2020થી તેને લાગુ કરવા જઈ રહી છે. બેંકનો હેતુ ડિજિટલ ઈન્ડિયા પહેલ મુજબ ગ્રાહકોને લોનના રિપેમેન્ટ માટે ડિજિટલ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે. જો કે ગ્રાહકને જો લોનના પાર્ટ પેમેન્ટ, Foreclosure, કન્વર્ઝન ચાર્જ, સ્વાઈપ ચાર્જ, ડિલિવરેબલ ચાર્જ તરીકે કેશ આપવા પર કોઈ ચાર્જ લાગશે નહીં.
EMI કેશમાં પેમેન્ટ કરવા પર 100 રૂપિયા ચાર્જ લાગશે. આ ચાર્જ પર GST અલગથી લાગશે. બેંક હોમ લોન, પર્સનલ લોન, કાર લોન, કન્ઝ્યૂમર લોન, ફાઈનાન્સ લોન, એજ્યુકેશન લોન, કમર્શિયલ વ્હીકલ લોન, ટુવ્હિલર લોન, કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ લોન, મેડિકલ ઈક્વિપમેન્ટ લોન, ઓફિસ ઈક્વિપમેન્ટ લોન, થ્રી વ્હિલર લોન, યુઝ્ડ કાર લોન, સ્પોન્સર્ડ લોન જેવી પ્રોડક્ટ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે