ફ્લાઇટમાં મળશે કોલ અને ઇન્ટરનેટની સવિધા, 1 કલાક માટે આપવા પડશે 'આટલા' પૈસા
તમે બહુ જલ્દી હવાઈ પ્રવાસ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશો
Trending Photos
નવી દિલ્હી : હવે તમે બહુ જલ્દી હવાઇ પ્રવાસ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશો તેમજ કોલ કે ડેટાનો ઉપયોગ કરી શકશો. 'ઇન ફ્લાઇટ કનેક્ટિવિટી' (IFC) નામની આ સર્વિસ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT) ઓક્ટોબરથી શરૂ કરવાની છે. આ નિર્ણય પછી ઘરેલુ કે પછી વિદેશ હવાઇ પ્રવાસ દરમિયાન પ્રવાસી મોબાઇલ પર વાત કરી શકશે. ટેકનીકલે ભારત આ સર્વિસ દેવા સક્ષમ છે છે પણ એની અસર તમારા ખિસ્સા પર પણ પડશે.
એવિએશન એક્સપર્ટના મત પ્રમાણે ઇન ફ્લાઇટ કનેક્ટિવિટીના કારણે એરલાઇન કંપનીઓ પર બોજો વધશે જેના કારણે ટિકિટના દર વધી શકે છે. મળતી માહિતી પ્રમાણે વિમાનને IFCથી સજ્જ કરવા માટે એરલાઇન્સે પ્રતિ વિમાન 7.21 કરોડ રૂ. ખર્ચ કરવા પડશે. જોકે આ ખર્ચ વિમાનની સાઇઝ અને પ્રકાર પણ આધાર રાખે છે. મળતી માહિતી પ્રમાણે ઇન્ટરનેટ કનેક્શન માટે એરલાઇન્સ પ્રતિ કલાક 500થી 1000 રૂ. પ્રતિ કલાક વસુલ કરી શકે છે. ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર પ્રમાણે એવિએશન એક્સપર્ટનો મત છે કે ભલે આ ઇન ફ્લાઇટ કનેક્ટિવિટી અત્યારે મોંઘી લાગતી હોય પણ આવનારા સમયમાં એ ફ્રી પણ થઈ શકે છે. જોકે આ ફ્રી સર્વિસ માત્ર બિઝનેસ, ગોલ્ડ અને લોયલ્ટી કાર્ડ હોલ્ડર તેમજ કોર્પોરેટ બુકિંગને આપી શકાય છે. જોકે હાલમાં કેટલીક એરલાઇન્સ ફ્રીમાં આ સર્વિસ આપી રહી છે જેમાં એમિરેટ્સ, જેટબ્લૂ, નોર્વેજિયન એર શટલ તેમજ ટર્કિશ એરલાઇન પણ શામેલ છે.
અમેરિકામાં તો ફ્લાઇટમાં વાઇફાનો ઉપયોગ કરવાના ચાર્જ ડિવાઇસ પ્રમાણે અલગઅલગ છે. આ કિંમત 4.95 ડોલરથી માંડીને 19.95 ડોલર (અંદાજે 331 રૂપિયાથી માંડીને 1336 રૂપિયા વચ્ચે) છે. એરલાઇન્સ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે વિશ્વમાં ત્રણથી ચાર મુખ્ય કંપની છે જે ફ્લાઇટમાં વાઇફાઇની સુવિધા આપે છે. મોટાભાગની ભારતીય કંપનીઓ આ કંપનીઓના સંપર્કમાં જ છે. આ કંપની ઇન્ટરનેશનલ મોડલના આધારે પોતાની કિંમત રાખી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે