16 દિવસથી ઉપવાસ કરી રહેલા હાર્દિક સાથે જિગ્નેશ મેવાણીએ કરી મુલાકાત

હાર્દિક સાથે મુલાકાત બાદ જિગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. 

16 દિવસથી ઉપવાસ કરી રહેલા હાર્દિક સાથે જિગ્નેશ મેવાણીએ કરી મુલાકાત

અમદાવાદઃ 16 દિવસથી ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલને મળવા અપક્ષના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પહોંચ્યા હતા.  જિજ્ઞેશ મેવાણીએ ગ્રીનવુડ રિસોર્ટ ખાતે હાર્દિકના નિવાસ સ્થાને જઈ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ વચ્ચે વાતચીત પણ થઈ હતી. જિગ્નેશે મીડિયા સાથે વાતચીતમાં સરકાર પર પ્રહાર કર્યા હતા  અને સરકાર હાર્દિકને મારી નાખવા ઈચ્છતી હોવાનો આરોપ લગાવ્યો હતો. જિજ્ઞેશ મેવાણીએ ભાજપ સરકારને અંગ્રેજો કરતા પણ ખરાબ ગણાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news