મોટા ઘટાડા તરફ ભારતની ઇકોનોમી, ફિચનું અનુમાન- આ વર્ષે 10.5% ઘટશે


રેટિંગ એજન્સી ફિચે અનુમાન લગાવ્યું છે કે આ નાણાકીય વર્ષ એટલે કે 2020-21મા ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો ઘટાડો થઈ શકે છે. એટલે કે જીડીપી ગ્રોથ માઇનસ 10.5 ટકા થઈ શકે છે.
 

મોટા ઘટાડા તરફ ભારતની ઇકોનોમી, ફિચનું અનુમાન- આ વર્ષે 10.5% ઘટશે

નવી દિલ્હીઃ રેટિંગ એજન્સી ફિચે અનુમાન લગાવ્યું છે કે આ નાણાકીય વર્ષ એટલે કે 2020-21મા ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો ઘટાડો થઈ શકે છે. એટલે કે જીડીપી ગ્રોથ માઇનસ 10.5 ટકા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંકટને કારણે દેશના જૂન ક્વાર્ટરની જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો આવ્યો હતો. 

આ ભારતના આધુનિક ઈતિહાસમાં સૌથી મોટો ઘટાડો હતો. માર્ચમાં કઠોર લૉકડાઉન લગાવવાને કારણે અર્થવ્યવસ્થામાં આ ઘટાડો જોવા મળ્યો હતો. ફિચે કહ્યું, 'અર્થવ્યવસ્થા ફરીથી ખુલ્યા બાદ ઓક્ટોબરથી ડિસેમ્બરના ક્વાર્ટરમાં જીડીપીમાં મજબૂત સુધાર થવો જોઈએ, પરંતુ સંકેત તે વાતના જોવા મળી રહ્યાં છે કે સુધારની ગતિ ધીમી અને અસમાન હશે.'

ઉલ્લેખનીય છે કે દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં જૂન ક્વાર્ટરમાં આશરે 24 ટકાનો ઘટાડો આવ્યો છે. તેને જોતા જાણકાર તે વાગની માગ કરવા લાગ્યા છે કે અર્થવ્યવસ્થા માટે બીજું રાહત પેકેજ આવવું જોઈએ. સરકાર એક બીજું રાહત પેકેજ લાવી શકે છે, પરંતુ તે ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી બજારમાં કોરોનાની વેક્સિન ન હોય. 

Credit Card બંધ પહેલા કરાવતા જાણી લો આ 4 વાત, ફાયદામાં રહેશો તમે

જૂન મહિનામાં થયો હતો મોટો ઘટાડો
ફિચે કહ્યું, અમે આ નાણાકીય વર્ષના જીડીપીના અનુમાનમાં જૂનના ગ્લોબલ ઇકોનોમી આઉટલુકના મુકાબલે 5 ટકાનો ઘટાડો કરી દીધો છે. કોરોના સંકટને કારણે એપ્રિલથી જૂનની આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9 ટકાનો ઐતિહાસિક ઘટાડો થયો હતો. 

પ્રથમ ક્વાર્ટરમાં સ્થિર કિંમતો પર એટલે કે રિયલ જીડીપી 26.90 લાખ કરોડ રૂપિયાની રહી છે, જ્યારે પાછલા વર્ષના આ ગાળામાં તે 35.35 લાખ કરોડ રૂપિયા ગતી. આ રીતે તેમાં 23.9 ટકાનો ઘટાડો આવ્યો છે. પાછલા વર્ષે આ દરમિયાન જીડીપીમાં 5.2 ટકાનો વધારો થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news