ભારતીય શેરબજારમાં અચાનક હાહાકાર મચવાના કારણનો થઈ ગયો ખુલાસો! ખાસ જાણો

શેર બજારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે એક અઠવાડિયા પહેલા સુધી બજાર તેજીમાં હતું. 16 જાન્યુઆરીના રોજ પોાતના 52 અઠવાડિયાનું હાઈ સ્પર્શનારો સેન્સેક્સ હવે 350 અંક તૂટી ચૂક્યો છે. નિફ્ટીની પણ લગભગ એવી જ હાલત છે. પરંતુ આવું કેમ થઈ રહ્યું છે. જેનો જવાબ છે એફપીઆઈ (Foreign Portfolio Investment)નો ઉપાડ.

ભારતીય શેરબજારમાં અચાનક હાહાકાર મચવાના કારણનો થઈ ગયો ખુલાસો! ખાસ જાણો

શેર બજારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે એક અઠવાડિયા પહેલા સુધી બજાર તેજીમાં હતું. 16 જાન્યુઆરીના રોજ પોાતના 52 અઠવાડિયાનું હાઈ સ્પર્શનારો સેન્સેક્સ હવે 350 અંક તૂટી ચૂક્યો છે. નિફ્ટીની પણ લગભગ એવી જ હાલત છે. પરંતુ આવું કેમ થઈ રહ્યું છે. જેનો જવાબ છે એફપીઆઈ (Foreign Portfolio Investment)નો ઉપાડ. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ મહિને અત્યાર સુધી ઈક્વિટી માર્કેટથી 24734 કરોડ કાઢી લીધા છે. એફપીઆઈ દ્વારા આમ કરવાનું કારણ સેબીનો એક આદેશ છે. 

સેબીના આ નવા નિયમને 31 જાન્યુઆરી સુધીમાં વિદેશી રોકાણકારોએ માનવો પડશે. વાત જાણે એમ છે કે સેબીએ કહ્યું છે કે એફપીઆઈએ હવે પોતાના વિશે પહેલા કરતા વધુ જાણકારી આપવી પડશે. સેબી એવું ઈચ્છે છે કે એફપીઆઈ દ્વારા કોઈ પણ વિદેશી કંપની ફેક રીતે કોઈ ભારતીય કંપનીનો માલિક હક હાંસિલ ન કરે. એફપીઆઈનો નિયમ એફડીઆઈ (વિદેશી પ્રત્યક્ષ રોકાણ) જેવા કડક નથી. તેનો ફાયદો ઉઠાવીને અનેકવાર વિદેશી કંપનીઓ એફપીઆઈ દ્વારા ભારતીય કંપનીઓ પર માલિકી હક લેવાનો પ્રયત્ન કરે છે. 

શું શું માંગવામાં આવ્યું
સેબીએ ગત વર્ષે જ આ મામલે નવા નિયમ બહાર પાડ્યા હતા જેને માનવા માટે એફપીઆઈને 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. હવે આ નિયમ 1 ફેબ્રુઆરીથી લાગૂ થઈ જશે. નવા નિયમ મુજબ એફપીઆઈએ એવી કંપનીઓ વિશે વિસ્તારપૂર્વક જણાવવું પડશે જ્યાં તેમની ભાગીદારી, ઈકોનોમિક ઈન્ટ્રસ્ટ અને કંટ્રોલ રાઈટ્સ છે. 

કયા એફપીઆઈ રડાર પર
જો કે આ નિયમ હેઠળ દરેક એફપીઆઈ રડાર પર નહીં હોય. સેબીએ 2 શ્રેણીના એફપીઆઈને વધારાનું ડિસ્ક્લોઝર આપવાનું કહ્યું છે. પહેલી શ્રેણી એવા એફપીઆઈની છે જેમની પાસે ભારતમાં કોઈ એક કંપનીમાં 50 ટકા કે તેનાથી વધુનું રોકાણ છે. બીજી શ્રેણી છે એવા એફપીઆઈની જેમનું ભારતીય બજારમાં કુલ હોલ્ડિંગ 25,000 કરોડ રૂપિયાથી વધુ છે. સોવરેન વેલ્થ ફંડ્સ, કેટલાક ગ્લોબલ એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓ, એવા ફંડ જે પહેલેથી કોઈ દેશમાં રેગ્યુલેટ થતા હોય તેમણે કોઈ વધારાની જાણકારી આપવાની જરૂર નથી. 

સેબી 31 ઓક્ટોબર 2023ના રોજ પહેલીવાર આ નિયમ લઈને આવ્યું હતું અને એફપીઆઈને 90 દિવસનો સમય આ નિયમ સ્વીકારવા માટે અપાયો હતો. એટલે કે 29 જાન્યુઆરી 2024 સુધીમાં આ શરત પૂરી કરવી પડશે. જો કે જેન્યુઈન એફપીઆઈને વધુ 30 ટ્રેડિંગ ડેઝનો સમય આપવામાં આવશે. ત્યારબાદ જો તેઓ શરતો પૂરી નહીં કરી શકે તો  6 મહિનામાં તેમણે પોતાની ભાગીદારી ભારતીય બજારોમાંથી ઘટાડવાની રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news