કોર્પોરેટ ટેક્સ ઘટાડાના નિર્મલા સીતારમણના બુસ્ટરથી શેરબજારમાં તેજી, કલાકમાં રોકાણકારો કમાયા 5 લાખ કરોડ

FM booster : નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) દ્વારા કોર્પોરેટ માટે મહત્વનું બુસ્ટર આપવામાં આવ્યું છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો (cut corporate tax) કરવાની જાહેરાત કરતાં દેશના આર્થિક જગતમાં ખુશીનો માહોલ છે. કોર્પોરેટ ઈન્ડિયાને 1.5 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થયા બાદ અને ઘરેલુ કોર્પોરેટ જગત અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)ને રાહત તથા અનેક અન્ય જાહેરાતોના પગલે આજે શેરબજારમાં ભર ભાદરવે દીવાળીનો માહોલ છે.

કોર્પોરેટ ટેક્સ ઘટાડાના નિર્મલા સીતારમણના બુસ્ટરથી શેરબજારમાં તેજી, કલાકમાં રોકાણકારો કમાયા 5 લાખ કરોડ

નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ઈન્ડિયાને 1.5 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થયા બાદ અને ઘરેલુ કોર્પોરેટ જગત અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)ને રાહત તથા અનેક અન્ય જાહેરાતોના પગલે આજે શેરબજારમાં ભર ભાદરવે દીવાળીનો માહોલ છે. કોર્પોરેટ ટેક્સમાં કાપ અને કેપિટલ ગેઈન્સ ટેક્સ સરચાર્જની છૂટથી ખુશ થયેલા રોકાણકારોએ શેરબજારમાં એક જ કલાકની અંદર 6 લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા છે. આવી તેજી 10 વર્ષ પહેલા જોવા મળી હતી. હાલ બજાર ફૂલ ગુલાબી જોવા મળી રહ્યું છે. સેન્સેકસમાં 2200નો ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 1921.15 પોઈન્ટના વધારા સાથે 38014.62 પોઈન્ટ પર અને નિફ્ટી 569.40 પોઈન્ટના વધારા સાથે 11274.20 પર બંધ થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નાણા મંત્રી નિર્મલા સીતારમણની જાહેરાતોને ઐતિહાસિક ગણાવી છે. 

રોકાણકારો 6 લાખ કરોડ રૂપિયા કમાઈ ગયા
નાણા મંત્રીની જાહેરાત બાદ ગણતરીની પળોમાં રોકાણકારો 6 લાખ કરોડ રૂપિયા કમાઈ ગયાં. રોકાણકારોને જાણી પ્રી દિવાળી ગિફ્ટ મળી ગઈ. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ડેટા મુજબ નાણા મંત્રીની જાહેરાતો બાદ તરત જ બજારમાં ઉછાળો જોવા મળ્યો અને થોડીવાર માં જ માર્કેટ કેપિટલાઈઝેશન (MCap) 143.45 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઈ. જે ગુરુવારે 138.54 લાખ કરોડ રૂપિયા હતી. એટલે કે લગભગ 5 લાખ કરોડ રૂપિયાનો વધારો. બીએસઈનો સેન્સેક્સ સતત નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. સેન્સેક્સમાં એક જ દિવસમાં 1800થી વધુ પોઈન્ટની તેજી 10 વર્ષ પહેલા જોવા મળી હતી. જ્યારે નિફ્ટી પણ 500 અંકથી વધુ દોડીને 11,000 ને પાર પહોંચી ગયો. 10 વર્ષમાં પહેલીવાર ઈન્ટ્રાડે હાઈ છે. જેવો સેન્સેક્સ 2000ને પાર અને નિફ્ટી 560 ઉપર ગયો કે રોકાણકારો 6,27,618 કરોડ રૂપિયા કમાણી કરી ગયા.  

— Zee Business (@ZeeBusiness) September 20, 2019

દેશમાં રોકાણ વધશે, નોકરીની તકો વધશે-એચડીએફસીના એમડી
HDFCના એમડી કેકી મિસ્ત્રીએ સરકારની આ જાહેરાતોનું સ્વાગત કરતા કહ્યું કે સરકારે આજે જે જાહેરાતો કરી છે તે નિશ્ચિતપણે દેશની અર્થવ્યવસ્થામાં ગતિ લાવવાની સાથે માઈલ સ્ટોન સાબિત થશે. છેલ્લા કેટલાક સમયમાં છવાયેલી સુસ્તી દૂર થશે. તેમણે કહ્યું કે નવી કંપનીઓને તેનાથી વધુ ફાયદો થશે. ઈકોનોમીના ગ્રોથમાં છેલ્લા કેટલાક સમયથી જે અડચણો આવેલી હતી તે દૂર થશે. નવી કંપનીઓ ભારતમાં આવશે અને મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે. કેકી મિસ્ત્રીના જણાવ્યાં મુજબ સરકારની જાહેરાતની અસર બજાર ઉપર પણ થવા લાગી છે. બજાર દીવાળી પહેલા જ ખુશી મનાવી રહ્યું છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ કંપનીઓને મોટી રાહત આપતા ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. આ પ્રસ્તાવ ઘરેલુ અને નવી કંપનીઓ બંને માટે છે. નાણા મંત્રીએ જણાવ્યું કે તેને વટહુકમ દ્વારા લાગુ કરાશે. નાણા મંત્રીએ કહ્યું કે કોઈ પણ પ્રકારની છૂટ નહીં હોય તો કોર્પોરેટ ટેક્સ 22 ટકા રહેશે. આ સાથે જ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે પણ ટેક્સ ઘટશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news