IPO News: પૈસા તૈયાર રાખો! 29 જાન્યુઆરીથી ખુલી રહ્યો છે વધુ એક IPO, પ્રાઈસ બેન્ડ 45 રૂપિયા, જાણો વધુ વિગતો
જો તમે કોઈ આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા કામના છે. આગામી સપ્તાહે વધુ એક કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ પ્લાન્ટ્સના નિર્માતા હર્ષદીપ હોર્ટિકોનો છે.
Trending Photos
જો તમે કોઈ આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા કામના છે. આગામી સપ્તાહે વધુ એક કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ પ્લાન્ટ્સના નિર્માતા હર્ષદીપ હોર્ટિકોનો છે. હર્ષદીપ હોર્ટિકોનો આઈપીઓ રોકાણ માટે 29 જાન્યુઆરી 2024ના રોજ ખુલશે. રોકાણકારો આ ઈશ્યુમાં 31 જાન્યુઆરી 2024 સુધી પૈસા રોકી શકે છે. આ આઈપીઓ માટે પ્રાઈસ બેન્ડ 42 રૂપિયાથી લઈને 45 રૂપિયા પ્રતિ શેર નક્કી કરાઈ છે.
શું છે ડિટેલ
હર્ષદીપ હોર્ટિકો આઈપીઓ 19.09 કરોડનો બુક બિલ્ટ ઈશ્યુ છે. આ ઈશ્યું સંપૂર્ણ રીતે 42.42 લાખ શેરોનો તાજો ઈશ્યુ છે. રોકાણકારો ન્યૂનતમ 3000 શેરના લોટ સાઈસ પ્રમાણે બોલી લગાવી શકે છે. રિટેલ રોકાણકારો માટે જરૂરી રોકાણની મિનિમમ રકમ 1,35,000 રૂપિયા છે. એચએનઆઈ માટે ન્યૂનતમ લોટ સાઈસ રોકાણ 2 લોટ ( 6000 શેર) છે, જેની રકમ 2,70,000 રૂપિયા છે. આ ઓફરનો લગભગ 50 ટકા યોગ્ય સંસ્થાગત ખરીદારો (ક્યુઆઈબી) માટે રિઝર્વ છે. 35 ટકા રીટેલ રોકાણકારો માટે અને 15 ટકા એનઆઈઆઈ (એચએનઆઈ) રોકાણકારો માટે બુક કરાયા છે.
હેમ સિક્યુરિટીઝ લિમિટેડન હર્ષદીપ હોર્ટિકો આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈશ્યુના રજિસ્ટ્રાર છે. હર્ષદીપ હોર્ટિકો આઈપીઓ માટે બજાર નિર્માતા હેમ ફિનલીઝ છે.
ક્યારે થશે લિસ્ટિંગ
હર્ષદીપ હોર્ટિકો આઈપીઓના એલોટમેન્ટ ગુરુવારે 1 ફેબ્રુઆરીએ અંતિમ સ્વરૂપ અપાય તેવી શક્યતા છે. આઈપીઓ બીએસઈ એમએસઈ પર લિસ્ટેડ થશે. તેની અસ્થાયી લિસ્ટિંગ તારીખ 5 ફેબ્રુઆરી 2024 નક્કી કરાઈ છે.
કંપની વિશે
હર્ષદીપ હોર્ટિકો લિમિટેડ ઈનડોર અને આઉટડોર ઉપયોગ માટે વાસણો અને પ્લાન્ટર્સની ડિઝાઈન, નિર્માણ અને આપૂર્તિ કરે છે. કંપનીના ઉત્પાદન પોર્ટફોલિયોમાં ઈનડોર પ્લાસ્ટિક પ્લાન્ટર્સ, આઉટડોર પ્લાન્ટર્સ, ઈલ્યુમિનિટેડ પ્લાન્ટર્સ, ડેકોરેટિવ પ્લાન્ટર્સ, રોટો-મોલ્ડેડ પ્લાન્ટર્સ, ફાઈબર રીફન્ફોર્સ્ડ, પ્લાસ્ટિક (એફઆરપી) પ્લાન્ટર્સ, ઈકો સીરિઝ પ્લાન્ટર્સ વગેરે સહાયક ઉપકરણ જેમ કે ગાર્ડન હોઝ પાઈપ અને વોટર કનસ્તર સામેલ છે. હર્ષદીપ હોર્ટિકો આપીઓની માર્કેટ કેપ 72.42 કરોડ રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે