આવકવેરા વિભાગની મોટી ચેતવણી, IT રિટર્નમાં જો આવક ઓછી બતાવી તો...
આવકવેરા વિભાગના બેગ્લુરુ સ્થિત સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર (CPC)ના જણાવ્યાં મુજબ પગારદાર કરદાતાઓને કહેવામાં આવ્યું છે કે ખોટા લાભ લેવા માટે ખોટા કર સલાહકારોના ચક્કરોમાં પડતા નહીં.
- લોકો આઈટી રિટર્નમાં ઓછી આવક બતાવે છે જે એક દંડનીય અપરાધ છે
- વધુ છૂટ મેળવવાની લાલચ ન કરો, વિભાગે આપી ચેતવણી
- 31 જુલાઈ બાદ ITR ફાઈલ કરવા પર લાગશે મોટી ફી
Trending Photos
નવી દિલ્હી: આઈટી રિટર્ન ભરતી વખતે ખોટી માહિતી આપવી એ દંડનીય અપરાધ છે. ખોટી માહિતી જો પકડાઈ તો દંડ તો લાગશે જ સાથે સાથે જેલ પણ થઈ શકે છે. આવકવેરા વિભાગના જણાવ્યાં મુજબ લોકો આવકવેરા રિટર્નમાં ઓછી આવક બતાવીને કપાત વધારવા જેવા ગતકડા અપનાવતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને આવકવેરા વિભાગે બુધવારે ફરીથી કહ્યું કે ખોટી માહિતી આપનારાને હવે છોડવામાં આવશે નહીં. આવા લોકો પર વિભાગની બરાબર નજર છે. વિભાગે કહ્યું કે આવા કરદાતાઓ વિરુદ્ધ કાર્યવાહી તો થશે જ પરંતુ સાથે સાથે એમ્પ્લોયરને પણ તેની જાણ કરવામાં આવશે. આ ચેતવણી ખાસ કરીને પગારદાર કર્મચારીઓ માટે જારી કરવામાં આવી છે.
ખોટી સૂચના આપવા બદલ ચાલી શકે છે કેસ
આવકવેરા વિભાગના બેગ્લુરુ સ્થિત સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર (CPC)ના જણાવ્યાં મુજબ પગારદાર કરદાતાઓને કહેવામાં આવ્યું છે કે ખોટા લાભ લેવા માટે ખોટા કર સલાહકારોના ચક્કરોમાં પડતા નહીં. વિભાગના જણાવ્યાં મુજબ રિટર્નમાં આવક ઓછી બતાવવી કે કપાત વધારીને દર્શાવવી એ અલગ અલગ કલમો હેઠળ દંડનીય અપરાધ છે અને આવકવેરાની કાયદાકીય કલમો હેઠળ કેસ ચાલી શકે છે. આવકવેરા વિભાગની તપાસ શાખાએ જાન્યુઆરીમાં એક એવા જૂથનો પર્દાફાશ કર્યો હતો જે કર્મચારીઓને બનાવટી રીતે ટેક્સ રિફન્ડ મેળવવા મદદ કરે છે. સીબીઆઈએ હાલમાં જ આ મામલે અપરાધિક કેસ દાખલ કર્યો છે.
ITR ઈ-ફાઈલિંગ થઈ પોર્ટલ પર સક્રિય
પગારદાર કરદાતાઓ માટે ટેક્સ દાખલ કરવાનું સત્ર આ અઠવાડિયાથી શરૂ થયું છે. સીબીડીટીએ પગારદાર કરદાતાઓ માટે આઈટીઆર ફોર્મ હાલમાં જ નોટિફાય કર્યુ જે આવકવેરા વિભાગની વેબસાઈટ https://www.incometaxindiaefiling.gov.in પર ઉપલબ્ધ છે. પગારદારો માટે સરળ આઈટીઆરમાં જે જાણકારીઓ માંગવામાં આવી છે તેમાં વેતનમાં જે જે ભથ્થાઓ પર ટેક્સ લાગે છે તેની વિગતો આપવાની છે. આ જાણકારી કર્મચારીના ફોર્મ 16માં નોંધાયેલી હોય છે. આથી તેમને આપવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. જો કે પહેલા સરળ ફોર્મમાં આ કોલમ હતી નહીં.
31 જુલાઈ બાદ રિટર્ન ફાઈલ કરનારા પર લાગશે ફી
આવકવેરા વિભાગે આ વખતે 31 જુલાઈ બાદ રિટર્ન ફાઈલ કરનારા પગારદાર કર્મચારીઓ પર 5000 રૂપિયા ફી લગાવી છે. કરદાતાઓ ફરજિયાત રીતે રિટર્ન ફાઈલ કરે તે માટે આ ફી રાખવામાં આવી છે. પહેલા લોકો કર યોગ્ય આવક નથી તે રીતે રિટર્ન ફાઈલ કરતા હતાં. તેની પાછળનો તર્ક એ હતો કે જ્યારે આવક પર કોઈ કર જન થી બનતો તો રિટર્ન ફાઈલ કરવાની શુ જરૂર છે. જેને ધ્યાનમાં રાખીને આવકવેરા વિભાગે 31 જુલાઈ બાદના રિટર્ન પર ફી ફટકારી છે. આ ફી 31 ડિસેમ્બર બાદ બમણી થઈ જશે. આ સાથે જ નાણાકીય વર્ષ ખતમ થવાના એક વર્ષની અંદર જ દર વર્ષે 31 માર્ચ સુધીમાં રિટર્ન ફાઈલ કરવું જરૂરી બનાવવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે