દૈનિક 45 રૂપિયાનું રોકાણ કરો અને 25 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મેળવો

LIC Jeevan Anand Policy: જે લોકોનો પગાર વધારે હોય છે તેમના માટે રોકાણ કરવું ઘણું સરળ હોય છે. સામાન્ય રીતે લોકો કોઈપણ યોજનામાં મહિના કે વર્ષ અનુસાર રોકાણ કરે છે. 

દૈનિક 45 રૂપિયાનું રોકાણ કરો અને 25 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મેળવો

LIC Jeevan Anand Policy: જે લોકોનો પગાર વધારે હોય છે તેમના માટે રોકાણ કરવું ઘણું સરળ હોય છે. સામાન્ય રીતે લોકો કોઈપણ યોજનામાં મહિના કે વર્ષ અનુસાર રોકાણ કરે છે. જેના પછી આ યોજનાની મેચ્યોરિટી થવા પર આ રકમને એકસાથે કાઢી શકો છો. રોકાણ કરવા માટે લોકો સેવિંગ્સનો સહારો લે છે. પરંતુ તે લોકોનું શું જે દરેક દિવસની કમાણી કરી તેનાથી જીવન પસાર કરે છે. હવે તે લોકો પણ દરરોજ માત્ર 45 રૂપિયાનું રોકાણ કરીને 25 લાખ રૂપિયાનું રિટર્ન મેળવી શકે છે. તેના માટે LIC Jeevan Anand Policy વિશે જાણો.

LIC Jeevan Anand Policy શું છે અને કેવી રીતે એપ્લાય કરી શકશો:
LIC Jeevan Anand Policy એક પ્રકારની નોન લિંક પ્લાન છે. તેમાં બચત અને લાઈફ ઈન્શ્યોરન્સ બંનેનો સમાવેશ થાય છે. તેમાં રોકાણ કર્યા પછી પોલિસી ધારક એક નિશ્વિત સમયની સમાપ્તિ એટલે કે પોલિસી મેચ્યોર થવા પર આ રકમને એકસાથે લઈ શકાય છે. પોલિસી ધારકના મૃત્યુ પછી નોમિનીને સીધી રીતે તેનો લાભ મળે છે. LIC Jeevan Anand Policyમાં એપ્લાય કર્યા પછી આસપાસ રહેલા કોઈપણ એલઆઈસી સેન્ટર પર વિઝિટ કરી શકો છો. તે સિવાય ઓનલાઈન ફોર્મ પણ છે.

આ રીતે 45 રૂપિયાનું દૈનિક રોકાણ કરો અને 25 લાખ રૂપિયા રિટર્ન મેળવો:
LIC Jeevan Anand Policyમાં લોકો એકસમયે નિશ્વિસ સમય સુધી પ્રીમિયમના રૂપમાં રોકાણ કરે છે. દૈનિક 45 રૂપિયા રોકાણ કરી 25 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મેળવવા માટે ઓછામાં ઓછા 35 વર્ષ સુધી રોકાણ કરો. મહિનાના હિસાબથી જોઈએ તો તમારે લગભગ 1358 રૂપિયા આપવા પડશે. એટલે દર વર્ષે તમારા 16,300 રૂપિયા રોકાણ કરવાના રહેશે. 35 વર્ષના હિસાબથી 5.70 લાખ રૂપિયા થાય છે. તે સિવાય તેમાં રિવિઝનરી બોનસ 8.60 લાખ રૂપિયા, ફાઈનલ એડિશનલ બોનસ 11.50 લાખ રૂપિયા મળે છે. તેના પર લગભગ 5 લાખ રૂપિયાનું સેન એશ્યોર્ડ લઈ શકે છે. પોલિીસીને 15 વર્ષ થયા પછી 2 વખત બોનસ પણ મળે છે.

LIC Jeevan Anand Policyના બીજા અનેક ફાયદા:
LIC Jeevan Anand Policyમાં 25 લાખ રૂપિયા સુધીના રિટર્ન ઉપરાંત અનેક ફાયદા પણ મળે છે. જો તે વધારાના ફાયદાની વાત કરીએ તો વિકલાંગતા, ક્રિટિકલ ઈલનેસ કવર અને મૃત્યુ માટેના ઈન્શ્યોરન્સનો સમાવેશ થાય છે. કોઈ કારણસર પોલિસી લેનારા વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો નોમિનીને આ પોલિસીના 125 ટકા ડેથ બેનિફિટ્સ મળી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે બેંક એકાઉન્ટ નંબર, પાન કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news