રેલવેની તત્કાલ ટિકિટ માટેના નિયમમાં આવ્યો મોટો બદલાવ
નવા લાગુ કરાયેલા આદેશને રેલવે તરફથી જલ્દી લાગુ કરી દેવામાં આવશે
- રેલવેએ તત્કાલ ટિકિટના નિયમમાં મોટો બદલાવ કર્યો છે
- નવા લાગુ પાડવામાં આવેલા આદેશને રેલવે તરફથી બહુ જલ્દી લાગુ પાડી દેવામાં આવશે
- તત્કાલ ટિકિટનો લાભ લેવા માટે રેલવે કર્મચારીઓએ પાસ લઈને સવારે રિઝર્વેશન માટેની લાઇનમાં ઉભું રહેવું પડશે
Trending Photos
નવી દિલ્હી : રેલવેએ તત્કાલ ટિકિટના નિયમમાં મોટો બદલાવ કર્યો છે. નવા લાગુ પાડવામાં આવેલા આદેશને રેલવે તરફથી બહુ જલ્દી લાગુ પાડી દેવામાં આવશે. હાલમાં ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન (એમઆઇઆરએફ) અને રેલવે બોર્ડ વચ્ચે થયેલી વાતચીતના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પછી હવે રેલવેના 56 હજાર કર્મચારી તત્કાલ ટિકિટ લઈ શકશે. અત્યાર સુધી આ સુવિધા માત્ર સામાન્ય નાગરિક માટે જ હતી.
હાલમાં રેલવે કર્મચારીના સંગઠનો તરફથી રેલવેના કર્મચારીઓને પણ તત્કાલ ટિકિટ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. લાંબી ચર્ચા પછી આ પ્રસ્તાવને બોર્ડે મંજૂર કરી દીધો છે. રેલવેના આ નિર્ણય પછી જબલપુર ઝોનમાં લગભગ 56 હજાર કર્મચારીઓ એનો લાભ ઉઠાવી શકશે.
તત્કાલ ટિકિટનો લાભ લેવા માટે રેલવે કર્મચારીઓએ પાસ લઈને સવારે રિઝર્વેશન માટેની લાઇનમાં ઉભું રહેવું પડશે. રેલવે કર્મચારીઓને પાસ પર તત્કાલ ટિકિટ લેવા માટે એ સમયે જ ચૂકવણી કરવી પડશે. આ નિર્ણયથી ભોપાલ મંડલના લગભગ 18 હજાર કર્મચારીઓને ફાયદો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે