ભારતીયોના આંસુ સારવા વિદેશથી આવશે 'કસ્તુરી', ટૂંક સમયમાં ઘટશે ભાવ

આસમાને પહોંચેલા ડુંગળીના ભાવ (Onion Price Hike) અટકાવવા માટે ઝડપથી આયાત દ્વારા આપૂર્તિ વધારી રહી છે. 200 ટન ડુંગળી પોર્ટ પર પહોંચી ચૂકી છે તો 300 ટન રસ્તામાં છે અને ટૂંક સમયમાં બજારમાં પહોંચી જશે. ડુંગળી (Onion)ના ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

Updated By: Nov 8, 2019, 12:07 PM IST
ભારતીયોના આંસુ સારવા વિદેશથી આવશે 'કસ્તુરી', ટૂંક સમયમાં ઘટશે ભાવ

નવી દિલ્હી: આસમાને પહોંચેલા ડુંગળીના ભાવ (Onion Price Hike) અટકાવવા માટે ઝડપથી આયાત દ્વારા આપૂર્તિ વધારી રહી છે. 200 ટન ડુંગળી પોર્ટ પર પહોંચી ચૂકી છે તો 300 ટન રસ્તામાં છે અને ટૂંક સમયમાં બજારમાં પહોંચી જશે. ડુંગળી (Onion)ના ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. કૃષિ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમાંથી 2,500 ટન પહેલાં જ ભારતના પોર્ટ પર 80 કન્ટેનર પહોંચી ચૂક્યા છે, જેમાં 70 કન્ટેનર નેધરલેન્ડથી આવ્યા છે. અન્ય 3,000 ટન 100 કન્ટેનરો વડે હાઇ સી દ્વારા આવી રહ્યા છે, જેને ભારતીય પોર્ટ તરફ લાવવામાં આવી રહ્યા છે. 

ડુંગળીની આપૂર્તિમાં ઘટાડો આવ્યો છે, આ અનિયમિતતા વરસાદના લીધે થઇ છે, જેથી આ વર્ષે 30 થી 40 ટકા ઉત્પાદન પ્રભાવિત થયું છે. ડુંગળીના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર થઇ ગઇ છે. 

ગ્રાહકોના મામલાન મંત્રાલયે જાહેરાત કરી હતી કે સરકાર ડુંગળીની આયાત તથા આ પ્રક્રિયાને સહજ બનાવવા માટે સહયતા કરશે અને બીજા દેશોમાંથી જલદી આપૂર્તિ સુનિશ્વિત કરશે. 

તેને પ્રાપ્ત કરવા માટે કૃષિ મંત્રાલયે ફાઇટોસેનેટરી તથા ફ્યૂમિગેશનની જરૂરિયાતોને ઉદાર બનાવી છે. અફઘાનિસ્તાન, મિશ્ર, તુર્કી તથા ઇરાનમાં ભારતીય મિશોને ભારતને ડુંગળીની આપૂર્તિને સુવિધાજનક બનાવવા માટે કહેવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube