એક સમયે અબ્દુલ કલામ તેમને કહેતા હતા 'આઇસક્રીમ લેડી', આજે છે 700 કરોડના માલિક

રજની બેક્ટરનો જન્મ પાકિસ્તાનના કરાંચીમાં થયો હતો. જન્મ વખતે રજનીના પિતા સરકારી નોકરીમાં હતા, જે વિભાજન બાદ દિલ્હી આવી ગયા. વર્ષ 1957માં ફક્ત 17 વર્ષની ઉંમરમાં તેમના લગ્ન લુધિયાણાના એક બિઝનેસમેન સાથે થઇ ગયા.

Updated By: Mar 12, 2019, 03:56 PM IST
એક સમયે અબ્દુલ કલામ તેમને કહેતા હતા 'આઇસક્રીમ લેડી', આજે છે 700 કરોડના માલિક
ફોટો સાભાર: ક્રિમીકા

રજની બેક્ટરને ભારતની 'આઇસક્રીમ લેડી' કહેવામાં આવે છે. આ નામ તેમને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા મળ્યું છે, જ્યારે 2005માં આઉટસ્ટેડિંગ બિઝનેસ વુમન એવોર્ડ આપતાં તેમણે રજનીને પૂછ્યું 'ઓહ...તો તમે જ આઇસક્રીમ લેડી છો'. રજની, બેકરી-સ્નૈક્સ અને આઇસક્રીમ કંપની ક્રિમીકાની મેનેજિંગ ડાયરેક્ટર છે. બેકરી અને સ્નૈક્સનો આ બિઝનેસ ફક્ત 300 રૂપિયાની પૂંજી સાથે શરૂ કર્યું હતો. તેમની કંપની મેક-ડી સહિત 15 મોટી બ્રાંડ્સની પ્રોડક્ટ સપ્લાઇ કરે છે. હવે કંપનીનો બિઝનેસ 700 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. અમને તમને જણાવી દઇએ કે કઇ રીતે પાકિસ્તાનમાં જન્મેલી એક મહિલાએ ભારતમાં આટલો મોટો બિઝનેસ શરૂ કર્યો. 

આ કેફેમાં કામ કરે છે મૂક-બધિર યુવાનો, PM મોદીની આ યોજનાથી મળશે રોજગાર

પાકિસ્તાનમાં જન્મ થયો, 17 વર્ષની ઉંમરમાં થયા લગ્ન
રજની બેક્ટરનો જન્મ પાકિસ્તાનના કરાંચીમાં થયો હતો. જન્મ વખતે રજનીના પિતા સરકારી નોકરીમાં હતા, જે વિભાજન બાદ દિલ્હી આવી ગયા. વર્ષ 1957માં ફક્ત 17 વર્ષની ઉંમરમાં તેમના લગ્ન લુધિયાણાના એક બિઝનેસમેન સાથે થઇ ગયા. રજનીએ ગ્રેજ્યુએશનનો અભ્યાસ લગ્ન પછી કર્યો. ત્યારબાદ તેણે પોતાનો ભોજન બનાવવાનો શોખ પુરો કરવા માટે પંજાબ એગ્રીકલ્ચર યૂનિવર્સિટીમાંથી બેકિંગનો કોર્સ કર્યો. 

સમોસા વેચવા માટે છોડી Google ની નોકરી, આજે 50 લાખથી વધુનું છે ટર્નઓવર

આ રીતે ફેમસ થઇ કુકીઝ
રજની બેક્ટરને કેક, કુકીઝ અને આઇસક્રીમ બનાવવાનો શોખ હતો. તે પોતાના ઘરે આવનારને નવા-નવા પ્રકારની કુકીઝ ખવડાવતી હતી. ટૂંક સમયમાં તેમના દ્વારા બનાવેલી કેક, કુકીઝ અને આઇસક્રીમ ફેમસ થઇ ગઇ. ત્યારબાદ તેમણે સ્થાનિક મેળામાં સ્ટોલ લગાવીને આ પ્રોડ્ક્ટને વેચવાનું શરૂ કરી દીધું. બસ અહીંથી જ રજનીએ પાછળ વળીને જોયું નહી. રજનીએ બનાવેલ સ્નેક્સ, ખાસકરીને આઇસક્રીમ લોકોને ખૂબ પસંદ આવી. ધીરે-ધીરે તેમણે કેટરિંગની ઓફર પણ મળવા લાગી. ત્યારબાદ તેમણે દિલ્હીથી 300 રૂપિયાના ઇક્વિપમેંટ ખરીદો અને કિચનમાંથી જ કેક, કુકીઝ અને આઇસક્રીમ બનાવવાનો બિઝનેસ શરૂ કરી દીધો.
Cremica foods and bakery, owned by Rajni bector
વિદેશની એરલાઇન્સમાં એર હોસ્ટેસ બનનાર આ છે પ્રથમ ગુજરાતી મહિલા, આજે છે સફળ ઉદ્યોગપતિ

ઓછા પૈસામાં વેચતી હતી સારી પ્રોડ્ક્ટ
રજનીએ આ કામને શરૂ તો કરી દીધું, પરંતુ થોડા દિવસો સુધી નુકસાન વેઠવું પડ્યું. તે સારી ક્વોલિટીનો સામાન ઓછામાં ઓછી કિંમતમાં તૈયાર કરીને આપતી હતી. એવામાં મોટાભાગની પ્રોડ્ક્ટસ વેચવમાં તેમને નુકસાન વેઠવું પડતું હતું. ત્યારબાદ તેમના પતિએ તેમને કામમાં મદદ કરી અને તેને પુરી રીતે સ્ટેબલિશ બિઝનેસનું રૂપ આપી દીધું.

સ્વાસ્થ્ય માટે ખજાનો છે ગધેડીનું દૂધ, યુવા સ્ટાર્ટઅપે તૈયાર કર્યો Donkey Milk Soap

કંપનીનું નામ રાખ્યું ક્રીમિકા
ત્યારબાદ 1978માં રજનીએ 20 હજાર રૂપિયાનું રોકાણ કરીને ઘરના ગેરેજમાં એક નાનકડી આઇસક્રીમ યૂનિટ લગાવી. આ યૂનિટને લગાવ્યા બદ તે મોટા-મોટા ઓર્ડર પણ લેવા લાગી. અહીંથી તેમની કંપનીનું નામ પણ નક્કી કર્યું. જોકે તે મોટાભાગની વસ્તુઓમાં ક્રીમનો ઉપયોગ ના ના બરાબર કરતી હતી. એટલા માટે કંપનીનો 'ક્રેમિકા' રાખવામાં આવ્યો.

નોકરી ન મળી તો 1200 રૂપિયાથી શરૂ કર્યો ધંધો, આજે છે 37000 કરોડની કંપનીની માલિક

બિસ્કિટ બનાવવાનું યૂનિટ ખોલી
આઇસક્રીમને મળેલી સફળતા બાદ તેમણે લુધિયાણામાં, જીટી રોડ પર ખાલી પડેલા એક મકાનમાં બ્રેડ અને બિસ્કીટ બનાવવાની યૂનિટ ખોલી દીધી. આ કામ માટે તેમણે બેંકમાંથી લોન લીધી અને દિલ્હીથી ઇક્વિમેંટ ખરીદ્યા. 1990નો સમય પંજાબ માટે સારો ન હતો. આતંકવાદ પોતાના ચરમ પર હતો. જેના લીધે તેમના પતિનો બિઝનેસ સમેટાવા લાગ્યો. પછી તેમના પતિએ પણ ક્રીમિકાનું કામ સંભાળી લીધું. આ દરમિયાન કંપનીનું ટર્નઓવર 5 કરોડ રૂપિયા પહોંચી ગયું. એટલું જ નહી રજનીના ત્રણ પુત્ર પણ અભ્યાસ બાદ કંપનીનું કામ સંભાળી રહ્યા છે. 

10 રૂપિયાના નકશાની મદદથી આ બિઝનેસમેન ચઢ્યા સફળતાની સીડી, આજે છે 600 કરોડનો બિઝનેસ

મેક-ડી સહિત 15 બ્રાંડ્સને સપ્લાઇ થાય છે પ્રોડ્ક્ટ
પરિવારની મદદથી વર્ષ 1995 સુધી તેમની કંપનીનું ટર્નઓવર 20 કરોડ સુધી પહોંચી ગયું. 1995માં ઇન્ડિયન માર્કેટમાં ખાણીપીણીની વિદેશી બ્રાંડ આવવા લાગી, બસ અહીંથી જ તેમની કંપનીની કિસ્મત ખુલી ગઇ. 1995માં મેકડોનાલ્ડ ભારતીય બજારમાં આવી. મેકડોનાલ્ડને પણ કેટલીક વસ્તુઓ માટે લોકલ સપ્લાયર્સની જરૂર હતી. ત્યારબાદ ક્રીમિકા અને મેકડોનાલ્ડમાં, બ્રેડ, ટામેટાનો સોસ સપ્લાઇ કરવાનો કોટ્રાક્ટ કર્યો. હવે તેમની કંપની 18 જેટલી પ્રોડક્ટ તૈયાર કરે છે. આ સાથે જ 15 બ્રાંડ્સમાં આ પ્રોડ્ક્ટ સપ્લાઇ થાય છે. 
Rajni bector success story
એક નાનકડી વાળંદની દુકાનથી કરી હતી શરૂઆત, આજે છે 600 લક્સરી કારોના માલિક

ઘણી જગ્યાએ છે પ્લાન્ટ
ક્રીમિકાના હાલમાં પંજાબ ઉપરાં, મુંબઇ અને ગ્રેટર નોઇડામાં પણ પ્લાન્ટ છે. રજનીની કંપનીનું ટર્નઓવર હાલના સમયમાં લગભગ 700 કરોડ રૂપિયા છે. સાથે 4000 થી વધુ કર્મચારી કામ કરે છે.

કેવી રીતે 'પતલૂન' બની પેંટાલૂન, એક સમયે ધોતી અને સાડીઓ વેચતા હતા તેના માલિક

મળ્યા ઘણા પુરસ્કાર
બિઝનેસ માટે આપેલા યોગદાનને લઇને રજનીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણા પુરસ્કાર મળ્યા છે. વર્ષ 2005માં દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે તેમને આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ વુમન એવોર્ડ આપ્યો હતો. તે સમયે અબ્દુલ કલામ સાહેબે તેમને પૂછ્યું હતું, 'ઓહ...તો તમે જ આઇસક્રીમ લેડી છો.'