IPO પર દાંવ લગાવવાની તક, 27 રૂપિયા કિંમત, જાણો GMP સહિત દરેક વિગત

Patron Exim Limited IPO: જો તમે પણ કોઈ આઈપીઓમાં પૈસા લગાવવાની રાહ જોઈ રહ્યાં છો તો તમારા માટે એક સારી તક છે. આ સપ્તાહે Patron Exim Limitedનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. જાણો દરેક વિગત... 

IPO પર દાંવ લગાવવાની તક, 27 રૂપિયા કિંમત, જાણો GMP સહિત દરેક વિગત

નવી દિલ્હીઃ Patron Exim Limited IPO: જો તમે કોઈપણ કંપનીના આઈપીઓ પર દાંવ લગાવવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે તો તમારી પાસે આ સપ્તાહે શાનદાર તક છે. આ સપ્તાહે  Patron Exim Limited નો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. રોકાણકારો 21 ફેબ્રુઆરી એટલે કે મંગળવારથી આ આઈપીઓને સબ્સક્રાઇબ કરી શકશે. આવો જાણીએ ગ્રે માર્કેટથી લઈને પ્રાઇઝ બેન્ડ સુધીની દરેક વિગત....

1-  Patron Exim Limited પ્રાઇઝ બેન્ડ - 27 રૂપિયા 
2-  Patron Exim Limited ફેસ વેલ્યૂ - 10 રૂપિયા 
3-  Patron Exim Limited લોટ સાઇઝ- 4000 શેર 
4-  Patron Exim Limited ઇશ્યૂ સાઇઝ- 6,180,000 શેર 
5-  Patron Exim Limited ઓપનિંગ ડેટ - 21 ફેબ્રુઆરી 
6-  Patron Exim Limited ક્લોઝિંગ ડેટ- 24 ફેબ્રુઆરી 
7-  Patron Exim Limited બેસિસ એલોટમેન્ટ - 1 માર્ચ 
8-  Patron Exim Limited લિસ્ટિંગ ડેટ - 6 માર્ચ 2023 
9-  Patron Exim Limited લિસ્ટિંગ - બીએસઈ એસએમઈ
10-  Patron Exim Limited રિટેલ (મિનિમમ) - 1,08,000 રૂપિયા

ગ્રે માર્કેટમાં શું સ્થિતિ છે?
ટોપ શેર બ્રોકરના રિપોર્ટ પ્રમાણે આજે એટલે કે 19 ફેબ્રુઆરીએ Patron Exim Limited IPO ગ્રે માર્કેટમાં 27 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

શું કરે છે કંપની
આ એક લાર્જ ગ્રુપ કંપની છે. કંપનીની સ્થાપના 1982માં થઈ હતી. Patron Exim Limited ના ગ્રાહક જોનસન એન્ડ જોનસન, ડો. રેડ્ડી, સિપલા, સન ફાર્મા, ટોરેન્ટ ફાર્મા લિમિટેડ વગેરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news