તમારો મોબાઇલ ચોરાશે કે તુટશે તો Paytm ચુકવશે પૈસા

Paytm પ્લેટફોર્મ પરથી ફોન ખરીદનાર ગ્રાહકને આ પ્રોટેક્શન મળશે

તમારો મોબાઇલ ચોરાશે કે તુટશે તો Paytm ચુકવશે પૈસા
નવી દિલ્હી : મોબાઇલ ચોરી થઇ જાય, સ્ક્રીન ટુટી જાય અથવા તમારો ફોન પાણીમાં પડી જાય, તો આ તમામ ઉકેલ માટે પેટીએમ તમારી મદદ કરશે. પેટીએમ મોલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તેનાં પ્લેટફોર્મ પરથી સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકને આ સુવિધા આપવામાં આવશે. સ્માર્ટ ફોનની સાથે ગ્રાહકોને ડિવાઇસ સિક્યોરિટી પ્લાન પણ લઇ શકશે. પેટીએમ દ્વારા તેનું નામ પ્રોટેક્શન પ્લાન રાખવામાં આવ્યું છે. તેનાં કારણે ફોનની સુરક્ષા મુદ્દે ગ્રાહકોની ચિંતા દુર થશે. 
1 વર્ષ માટે મળશે પ્રોટેક્શન પ્લાન
પેટીએમ મોલ દ્વારા સ્માર્ટફોન ખરીદવા અંગે સિક્યોરિટી માટે મોબાઇલ પ્રોટેક્શ પ્લાન મળશે. જેનાં હેઠળ ગ્રાહકોને એક વર્ષ સુધી સ્ક્રીન ડેમેજ, લિક્વિડ ડેમેજ, ચોરી અથવા એક્સિડેન્ટ ડેમેજનો લાભ મળશે. પેટીએમનું કહેવું છે કે આ પ્લાન દ્વારા ગ્રાહકોની પાસે નવા સ્માર્ટફોનને સુરક્ષીત રાખવાનો સરળ અને સસ્તી પદ્ધતી છે.
પેટીએમ મોબાઇલ પ્રોટેક્શન પ્લાન ગ્રાહકોને ફ્રીમાં નહી મળે. તેનાં માટે તેમણે સ્માર્ટફોન અથવા મોબાઇલનાં 5 ટકા ચુકવવા પડશે. આ સ્કીમ તમામ મોબાઇલ ફોન બ્રાન્ડ્સ પર ઉપલબ્ધ હશે. તેમાં એપ્પલ, શ્યાઓમી, વીવો, ઓપ્પો અને બાકીની બ્રાન્ડ્સનો પણ સમાવેશ થાય છે. 
શું કરવું પડશે. 
આ પ્લાનનો ફાયદો ઉઠાવવા માટે ગ્રાહકોએ માત્ર ડેડિકેટેડ ટોલ ફ્રી નંબર પર કોલ કરવાનો રહેશે. કોઇ ખરાબી થયા બાદ મોબાઇલ કસ્ટમરનાં ઘરેથી પિક કરવામાં આવશે અથવા તો ગ્રાહકનાં નજીકનાં રિપેર સ્ટોર પર જવાનું રહેશે. જો ડિવાઇસ રિપેર થઇ શકે તેમ નહી હોય તેવી પરિસ્થિતીમાં ડિવાઇસની હાલની કિંમત અનુસાર તેને રકમ ચુકવવામાં આવશે. કંપનીનો દાવો છે કે તેનાંથી સ્માર્ટફોન ખરીદનારા લોકોને શોપિંગની સુવિધાનો સારો અનુભવ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news