₹1 ના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, સતત કરી રહ્યો છે માલામાલ, LIC જેવા દિગ્ગજનો છે મોટો દાવ
Quadrant Televentures Ltd share: શેર બજારમાં એવા ઘણા પેની સ્ટોક છે જે ઈન્વેસ્ટરોને સારૂ રિટર્ન આપી રહ્યાં છે. ક્વાડ્રેન્ટ તેમાંથી એક છે. આ શેરમાં છેલ્લા કેટલાક સમયથી સતત તેજી જોવા મળી રહી છે.
Trending Photos
Quadrant Televentures Ltd share: શેર બજારમાં શુક્રવારે ઉતાર-ચઢાવ વચ્ચે કેટલાક પેની શેરની ભારે ડિમાન્ડ રહી હતી. આવો એક શેર ટેલીકોમ સેક્ટર સાથે જોડાયેલી કંપની ક્વાડ્રેન્ટ ટેલીકોમ લિમિટેડનો છે. આ પેની શેરની કિંમતમાં 10 ટકાની અપર સર્કિટ લાગી હતી.
શેરની કિંમત
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે ક્વાડ્રેન્ટ ટેલીકોમ લિમિટેડના શેરની કિંમત 1.95 રૂપિયા હતી. આ શેરનો 52 સપ્તાહનો હાઈ છે. પાછલા જુલાઈ મહિનામાં શેરની કિંમત 0.75 પૈસા સુધી ઘટી ગઈ હતી. આ શેરનો 52 સપ્તાહનો લો છે. નોંધનીય છે કે એક સપ્તાહમાં આ સ્ટોકે બીએસઈના મુકાબલે 44 ટકા પોઝિટિવ રિટર્ન આપ્યું છે. તો એક મહિનાનું રિટર્ન 57 ટકાથી વધુ રહ્યું છે. છ મહિનામાં આ સ્ટોકે 100 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.
શેરહોલ્ડિંગ પેટર્ન શું છે
ડિસેમ્બર સુધી ક્વાડ્રેન્ટ ટેલીકોમ લિમિટેડમાં પ્રમોટર્સની ભાગીદારી 51.32 ટકા હતી તો પબ્લિક શેરહોલ્ડર્સ પાસે 48.68 ટકા શેર હતા. પ્રમોટરમાં ક્વાડ્રેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને નિપ્પોન ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ પણ સામેલ છે. આ સિવાય ટેકકેયર ઈન્ડિયાની પણ પ્રમોટર તરીકે કંપનીમાં ભાગીદારી છે.
એલઆઈસીનો પણ દાવ
ક્વાડ્રેન્ટ ટેલીકોમ લિમિટેડમાં એલઆઈસીનો પણ દાવ છે. વીમા કંપનીની પાસે 10,76,2205 શેર છે. આ રીતે કોટક મહિન્દ્રા બેન્કની પાસે કંપનીના 1,16,98,980 શેર છે.
ડિસેમ્બર મહિનાના પરિણામ
તમને જણાવી દઈએ કે ક્વાડ્રન્ટે તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં આવકમાં 5.89% અને ખોટ 0.06% ઘટી છે. ચોખ્ખી ખોટ રૂ. 27.63 કરોડ હતી જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ. 29.53 કરોડ હતી. વેચાણ 33.51% ઘટીને રૂ. 64.94 કરોડ થયું છે.
ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે