Petrol-Diesel: વાહન લઈને બહાર નીકળતા પહેલાં એકવાર જાણી લેજો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ
Petrol-Diesel Cheaper: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...
Trending Photos
Petrol-Diesel Price Today: કેટલાક સમયથી ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ ઘટાડો જોવા મળ્યો હતો. કાચા તેલમાં ઘટાડાની અસર ડીઝલ અને પેટ્રોલ પર જોવા મળે છે. શુક્રવારે પણ કાચા તેલની કિંમત 0.37 ટકા ઘટીને 6,398 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગઈ હતી. જો ગ્લોબલ લેવલની વાત કરીએ તો અત્યારે ક્રૂડ ઓઈલ 76-79 ડોલર પ્રતિ બેરલની વચ્ચે છે. દરમિયાન, ઓઇલ કંપનીઓ દ્વારા 11 ઓગસ્ટ, 2024 માટે પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરવામાં આવી છે. ચાલો જાણીએ કે દેશના મહાનગરો અને કેટલાક પસંદગીના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price Today)ની નવીનતમ કિંમત શું છે.
વાયદા બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત શું છે?
નબળા હાજર માંગ પછી વેપારીઓએ સોદામાં કાપ મૂક્યો હોવાને કારણે શુક્રવારે ફ્યુચર ટ્રેડિંગમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હતો. ક્રૂડ ઓઈલ 0.37 ટકા ઘટીને 6,398 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગયું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓગસ્ટ મહિનામાં ડિલિવરી માટે ક્રૂડ ઓઈલનો કોન્ટ્રાક્ટ રૂ. 24 અથવા 0.37 ટકા ઘટ્યો હતો.
આ ઘટાડા સાથે, ક્રૂડ ઓઇલ હવે પ્રતિ બેરલ રૂ. 6,398 પર છે. 10,346 લોટમાં વેપાર થયો હતો. વૈશ્વિક સ્તરે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ઓઈલ 0.09 ટકા ઘટીને $76.12 પ્રતિ બેરલ થઈ ગયું છે. બીજી બાજુ, બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $ 79.05 પર ટ્રેડ થઈ રહી છે, જે 0.14 ટકાનો ઘટાડો દર્શાવે છે.
જાણો મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 94.72 87.62
મુંબઈ 104.21 92.15
કોલકાતા 103.94 90.76
ચેન્નાઈ 100.75 92.32
બેંગલુરુ 99.84 85.93
લખનૌ 94.65 87.76
નોઇડા 94.83 87.96
ગુરુગ્રામ 95.19 88.05
ચંદીગઢ 94.24 82.40
પટના 105.18 92.04
-
છેલ્લે માર્ચમાં ઘટ્યો હતો ભાવ-
માર્ચમાં કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ફેરફાર કરવામાં આવ્યો હતો અને ત્યારથી લોકોને કોઈ ડિસ્કાઉન્ટ મળ્યું નથી.
કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.
તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તે પોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.
આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.
OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે