Petrol Rate: ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર ચડાવ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં શું થયો ફેરફાર? જાણો લેટેસ્ટ રેટ

છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં ખુબ ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ગ્લોબલ લેવલ પર હાલ ક્રૂડ ઓઈલ 71 ડોલર પ્રતિ બેરલ ફરી રહ્યા છે. જાણો દેશના ચાર મેટ્રો શહેરો અને રાજ્ય પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા થયા છે. 

Petrol Rate: ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર ચડાવ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં શું થયો ફેરફાર? જાણો લેટેસ્ટ રેટ

છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં ખુબ ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ગ્લોબલ લેવલ પર હાલ ક્રૂડ ઓઈલ 71 ડોલર પ્રતિ બેરલ ફરી રહ્યા છે. આ બધા વચ્ચે ઓઈલ કંપનીઓએ આજે એટલે કે 21 સપ્ટેમ્બર 2024 માટે પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ બહાર પાડ્યા છે. જાણો દેશના ચાર મેટ્રો શહેરો અને રાજ્ય પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા થયા છે. 

વાયદા બજારમાં શું છે ક્રૂડ ઓઈલના ભાવ
નબળી હાજર માંગ બાદ કારોબારીઓ દ્વારા પોતાના સૌદાને ઘટાડવાના કારણે વાયદા બજારમાં શુક્રવારે ક્રૂડ ઓઈલનો ભાવ 0.54 ટકા ગગડીને 5,931 રૂપિયા પ્રતિ બેરલ રહ્યો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ક્રૂડ ઓઈલની ઓક્ટોબરમાં થનારી ડિલિવરીનો કરાર 32 રૂપિયા કે 0.54 ટકા ગગડીને 5,931 રૂપિયા પ્રતિ બેરલ જોવા મળ્યો. જેમાં 13,944 લોટ માટે વેપાર થયો. 

વૈશ્વિક સ્તરે વેસ્ટ  ટેક્સાસ ઈન્ટરમીડિએટ ક્રૂડ ઓઈલ 0.35 ટકાના ઘટાડા સાથે 71.70 ડોલર પ્રતિ બેરલ રહી ગયો જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.56 ટકાના ઘટાડા સાથે 74.46 ડોલર પ્રતિ બેરલ પર જોવા મળ્યો. 

ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ

કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તે પોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.

આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.

OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news