કર્ણાટકની ચૂંટણી પછી ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

કર્ણાટકની ચૂંટણી પુરી થયા બાદ તરત જ ઓઇલના ભાવે સામાન્ય માણસના ખિસ્સા પર ફરી એકવાર બોજો નાખ્યો છે. ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 19 દિવસ બાદ ફેરફાર કર્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 17 પૈસા તો ડીઝલ 21 પૈસા મોંઘુ થયું છે. તમને જણાવી દઇએ કે 24 એપ્રિલ બાદ ઓઇલ કંપનીઓએ ફરી એકવાર ભાવમાં ફેરફાર કર્યો છે.
કર્ણાટકની ચૂંટણી પછી ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

નવી દિલ્હી: કર્ણાટકની ચૂંટણી પુરી થયા બાદ તરત જ ઓઇલના ભાવે સામાન્ય માણસના ખિસ્સા પર ફરી એકવાર બોજો નાખ્યો છે. ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 19 દિવસ બાદ ફેરફાર કર્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 17 પૈસા તો ડીઝલ 21 પૈસા મોંઘુ થયું છે. તમને જણાવી દઇએ કે 24 એપ્રિલ બાદ ઓઇલ કંપનીઓએ ફરી એકવાર ભાવમાં ફેરફાર કર્યો છે.

પેટ્રોલના ભાવ
ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર સોમવારે દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 17 પૈસા તથા કલકત્તા અને ચેન્નઇમાં 18 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો આજે સોમવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 74.80 રૂપિયા, કલકત્તામાં 77.50 રૂપિયા, મુંબઇમાં 82.50 રૂપિયા અને ચેન્નઇમાં 77.61 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.

ડીઝલના નવા ભાવ
ડીઝલના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં તેના ભાવમાં 21 પૈસા, કલકત્તામાં 5 પૈસા તથા મુંબઇ અને ચેન્નઇમાં 23 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. વધારા બાદ હવે દિલ્હીમાં ડીઝલના ભાવ 66.14 રૂપિયા થઇ ગયા છે. અન્ય શહેરોની વાત કરીએ તો સોમવારે ડીઝલના ભાવ 68.68 રૂપિયા, મુંબઇમા6 70.43 રૂપિયા તથા ચેન્નઇમા6 69.79 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.

કાચા તેલની ભાવ ઉચ્ચ સ્તરે
બીજી તરફ કાચા તેલના ભાવ પહેલાં જ ત્રણ વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. બેંક ઓફ અમેરિકા કોર્પોરેશનના અનુસાર કાચા તેલના ભાવ આગામી વર્ષે 100 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. વેનેજુએલા અને ઇરાનમાં સપ્લાઇમાં ઘટાડો આવતાં આ સમસ્યા ઉભી થઇ શકે છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ 77 ડોલર પ્રતિ બેરલના સ્તર પર છે. બેંકનું કહેવું છે કે 2019ના બીજા ત્રિમાસિક સુધી આ આંકડો 90 ડોલર પ્રતિ ડોલર સુધી થઇ શકે છે. તેના લીધે વૈશ્વિક સ્તર પર ઉત્પાદનમાં ઘટાડાની સ્થિતિ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news