Latest Petrol Rate: દિવાળી ટાણે મળી મોટી રાહત, બદલાઈ ગયા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ રેટ

ઓઈલ કંપનીઓએ આજે સવારે 6.30 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા. 30 ઓક્ટોબરે પણ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થયા છે. ભાવમાં શું ફેરફાર કરાયો છે તે ખાસ જાણો. 

Latest Petrol Rate: દિવાળી ટાણે મળી મોટી રાહત, બદલાઈ ગયા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ રેટ

આજે કાળી ચૌદસ અને ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં છોટી દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આમ તો દીવાળીનું પાંચ દિવસનું પર્વ 29 તારીખથી શરૂ થઈ ગયું છે. ઓઈલ કંપનીઓએ આજે સવારે 6.30 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા. 30 ઓક્ટોબરે પણ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થયા છે. ભાવમાં શું ફેરફાર કરાયો છે તે ખાસ જાણો. 

મહાનગરોમાં શું છે ભાવ
ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે કોઈ ફેરફાર કર્યો નથી એટલે કે વધાર્યો નથી. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એજ છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલના  ભાવની વાત કરીએ તો 94.72 રૂપિયા છે. જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર 87.62 રૂપિયા છે. આ ઉપરાંત મુંબઈમાં પેટ્રોલ 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.97 જ્યારે કોલકાતામાં પેટ્રોલ 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90.76 રૂપિયા છે. જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા છે. 

ગુજરાતની વાત કરીએ તો આજે પણ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો ઘટાડો જોવા મળ્યો નથી. એટલે કે ભાવ યથાવત છે. અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 94.53 રૂપિયાની આસપાસ જ્યારે ડીઝલ પ્રતિ લીટર 90.20 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે. જ્યારે સુરતમાં પેટ્રોલ 94.27 રૂપિયા પ્રતિ લીટરની આજુબાજુ જ્યારે ડીઝલ 89.95 રૂપિયા પ્રતિ લીટર આસપાસ છે. 

અન્ય શહેરોમાં હાલ

શહેર         પેટ્રોલ      ડીઝલ
બેંગ્લુરુ      102.86     88.94
લખનઉ       94.65     87.76
નોઈડા        94.66     87.76
ગુરુગ્રામ      94.98     87.85
ચંડીગઢ      94.24     82.40
પટણા       105.42     92.27

છેલ્લે ક્યારે બદલાયા હતા ભાવ
છેલ્લા કેટલાય મહિનાઓથી પેટ્રોલ અને ડીઝલના  ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ આ અગાઉ માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો હતો. પરંતુ તે પછી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. 14 માર્ચ 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઘટ્યો હતો જેમાં 2-2 રૂપિયા પ્રતિ લીટરનો ફેરફાર કરાયો હતો. 

રોજ સવારે અપડેટ થાય છે ભાવ
અત્રે જણાવવાનું કે દરરોજ સવારે 6.30 વાગે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવને સંશોધિત કરે છે. જો ભાવમાં ફેરફાર હોય તો સાઈટ પર અપડેટ કરાય છે. આમ તો છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news