Post Office ની જબરદસ્ત સ્કીમ, મહિને માત્ર ₹1,000 નું રોકાણ કરી બની જશો લાખોપતિ, ટેક્સ પણ બચશે
Post Office Scheme: જો તમે પણ ગેરેન્ટેડ વ્યાજવાળી સ્કીમમાં રોકાણ કરવા ઈચ્છો છો તો પીપીએફમાં રોકાણ કરી શકો છો. તમે મહિને માત્ર 1000 રૂપિયાનું રોકાણ કરી આઠ લાખ રૂપિયા ભેગા કરી શકો છો.
Trending Photos
PPF: રોકાણ કરવા માટે આજના સમયમાં અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. પોતાનો પોર્ટફોલિયોને મજબૂત બનાવવા માટે ઈન્વેસ્ટર અનેક પ્રકારની સ્કીમ્સમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જો તમે ગેરેન્ડેટ રિટર્નવાળી કોઈ સ્કીમમાં રોકાણ કરવા ઈચ્છો છો અને સારા પૈસા ભેગા કરવા ઈચ્છો છો તો પબ્લિક પ્રોવિડેન્ડ ફંડ (Public Provident Fund- PPF)નો વિકલ્પ પસંદ કરી શકો છો. પીપીએફ સરકારી ગેરંટીવાળી સ્કીમ છે. તેમાં લાંબા સમય માટે રોકાણ કરવાનું હોય છે.
15 વર્ષમાં આ સ્કીમ મેચ્યોર થાય છે. જો તમે આગળ તેનો ફાયદો લેવા ઈચ્છો છો તો તમારા એકાઉન્ટને 5-5 વર્ષ માટે એક્સટેન્ડ પણ કરાવી શકો છો. પીપીએફમાં 500 રૂપિયાથી 1.5 લાખ સુધી વર્ષે જમા કરી શકાય છે. વર્તમાન સમયમાં 7.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. તો EEE કેટેગરીની આ સ્કીમમાં ત્રણ પ્રકારે વ્યાજ બચાવી શકાય છે. તેમાં રોકાણ કરવા માટે તમે કોઈ પોસ્ટ ઓફિસ કે સરકારી બેન્કમાં એકાઉન્ટ ખોલાવી શકો છો. જો તમે માત્ર 1000 રૂપિયા મહિનેથી આ સ્કીમમાં રોકાણ કરશો તો કેટલાક વર્ષમાં 8 લાખ રૂપિયાથી વધુની રકમ ભેગી કરી શકો છો. જાણો કઈ રીતે..
જાણો કઈ રીતે ભેગા થશે 8 લાખ
જો તમે આ સ્કીમમાં દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો વર્ષમાં 12000 રૂપિયાનું રોકાણ થશે. આ સ્કીમ 15 વર્ષ બાદ મેચ્યોર થશે, પરંતુ તમારે તેને બે વખત 5-5 વર્ષના બ્લોકમાં એક્સટેન્ડ કરવાની છે અને સતત 25 વર્ષ સુધી રોકાણ કરવાનું છે. જો તમે 25 વર્ષ સુધી દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરશો તો તમે કુલ રોકાણ 3 લાખનું કરશો. પરંતુ 7.1 ટકા વ્યાજદર પ્રમાણે તમને 5,24,641 રૂપિયાનું માત્ર વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમારી રકમ 8,24,641 રૂપિયા થઈ જશે.
ત્રણ રીટે થાય છે ટેક્સ બચત
પીપીએફ EEE કેટેગરીવાળી સ્કીમ છે, તેથી તમને આ સ્કીમમાં 3 પ્રકારના ટેક્સથી છુટ મળશે. EEE નો મતલબ છે Exempt Exempt Exempt.આ કેટેગરીમાં આવનાર સ્કીમમાં વાર્ષિક જમા કરાયેલી રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી, આ સિવાય દર વર્ષે મળનાર વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી અને મેચ્યોરિટી સમયે મળનારી રકમ પણ ટેક્સ ફ્રી હોય છે. એટલે કે ઈન્વેસ્ટમેન્ટ, વ્યાજ/રિટર્ન અને મેચ્યોરિટી ત્રણેયમાં ટેક્સની બચત થાય છે.
એક્સટેન્શનનો નિયમ પણ જાણો
PPF એકાઉન્ટ એક્સટેન્શન 5-5 વર્ષના બ્લોકમાં કરાવવામાં આવે છે. પીપીએફ એક્સટેન્શનના મામલામાં ઈન્વેસ્ટરની પાસે બે પ્રકારના વિકલ્પ હોય છે- પ્રથમ કોન્સ્ટીબ્યૂશનની સાથે એકાઉન્ટ એક્સટેન્શન કે બીજો રોકાણ કરેલ એકાઉન્ટ એક્સટેન્શન. તમારે કોન્ટ્રીબ્યૂશનની સાથે એક્સટેન્શન કરાવવું હોય તો તે માટે તમારે પોસ્ટ ઓફિસ કે બેન્ક, જ્યાં તમારૂ એકાઉન્ટ હોય ત્યાં અરજી કરવી પડશે. આ એપ્લીકેશન તમારે મેચ્યોરિટીની તારીખથી 1 વર્ષ પહેલા આપવાની છે. તે માટે એક્સટેન્શન ફોર્મ ભરવું પડશે. જો તમે સમય રહેતા ફોર્મ ન ભરી શકો તો એકાઉન્ટમાં તમારૂ યોગદાન આપી શકશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે