OMG...આ કાર કોણ ચલાવે છે? જોઈને લોકોને પરસેવો છૂટ્યો, VIDEO થયો વાયરલ
Trending Photos
નવી દિલ્હી: અબજપતિ એલોન મસ્ક (Elon Musk)ની કંપની ટેસ્લા (Tesla) હજુ પણ સેલ્ફ ડ્રાઈવિંગ કારોનું પરીક્ષણ કરી રહી છે. ભારતમાં આવી કારોને મંજૂરી નહીં મળે એવી વાત રોડ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરી સ્પષ્ટ કરી ચૂક્યા છે. પરંતુ આમ છતાં એક ડ્રાઈવરલેસ કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો ચોંકી ગયા છે. વીડિયો તામિલનાડુનો કહેવાય છે. કારમાં ડ્રાઈવરની સીટ પર કોઈ નથી પણ કાર દોડી રહી છે.
જે વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં ડ્રાઈવર વગર ગાડી દોડી રહી છે. રસપ્રદ વાત એ છે કે એક વ્યક્તિ આગળની સીટ પર બેઠો છે. કારની પાછળ ગાડી ચલાવી રહેલા વ્યક્તિએ આ વીડિયો શૂટ કર્યો અને ત્યારબાદ ફેસબુક પર શેર કરી દીધો. વીડિયોમાં ડ્રાઈવરલેસ કારને લેન બદલતા અને અન્ય વાહનોને ઓવરટેક કરતા જોઈ શકાય છે.
ફેસબુક પર વીડિયો શેર કરનારી વ્યક્તિએ લખ્યું છે કે આ કેવી રીતે શક્ય છે?
બે બાજુ પેડલ સિસ્ટમની શક્યતા
કેટલાક ફેસબુક યૂઝર્સે કોમેન્ટ કરી છે કે શક્ય છે કે વીડિયોમાં બીજી સીટ પર બેઠેલો વ્યક્તિ બે બાજુ પેડલ સિસ્ટમ સાથે કાર ચલાવી રહ્યો હોય. બંને તરફ પેડલવાળી આવી કારોનો ઉપયોગ ડ્રાઈવિંગ શાળાઓ દ્વારા થતો હોય છે તે ધ્યાન રાખવું જોઈએ. આગળ બેઠેલી વ્યક્તિએ સ્ટિયરિંગ વ્હીલને નિયંત્રિત કરવા માટે પોતાના જમણા હાથનો ઉપયોગ કરવાનો રહેશે.
કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સનો દાવો છે કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ તામિલનાડુના વેલ્લોરનો મૂળ રહીશ છે અને તે અનેકવાર પેસેન્જર સીટથી ડ્રાઈવિંગ કરતો જોવા મળ્યો છે. એક વ્યક્તિએ દાવો કર્યો કે તે વેલ્લોરમાં તેનો પડોશી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે