અયોધ્યા જવું હોય તો ખુશીના સમાચાર, માત્ર 1622 રૂપિયામાં મળશે ફ્લાઈટની ટિકિટ, આ કંપનીએ શરૂ કરી ઓફર

Ram Mandir: અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે એરલાયન્સ કંપની સ્પાઇસજેટે મોટી જાહેરાત કરી છે. 
 

અયોધ્યા જવું હોય તો ખુશીના સમાચાર, માત્ર 1622 રૂપિયામાં મળશે ફ્લાઈટની ટિકિટ, આ કંપનીએ શરૂ કરી ઓફર

Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લા આવી ગયા છે. આ પ્રસંગે દેશભરમાં ગજબનો ઉત્સાહ છે. લોકો આજે દિવાળી ઉજવી રહ્યાં છે. તેવામાં એરલાયન્સ કંપની SpiceJet એ આ પ્રસંગને ખાસ બનાવવા માટે ગ્રાહકો માટે એક શાનદાર ઓફરની જાહેરાત કરી છે. એરલાયન્સ કંપનીએ દેશના પ્રમુખ ડેન્ટિનેશનતી માત્ર 1622 રૂપિયામાં હવાઈ ટિકિટની જાહેરાત કરી છે.

સ્પાઇસજેટની સ્પેશિયલ ઓફર
- બુકિંગ સમયઃ 22 જાન્યુઆરી- 28 જાન્યુઆરી, 2024 સુધી
- યાત્રા સમયઃ 22 જાન્યુઆરી- 30 સપ્ટેમ્બર- 2024 સુધી
- વેચાણ ઓફર માત્ર પસંદગીના ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય, સીધી એકતરફી ઉડાન પર ઉપલબ્ધ છે.
- આ ઓફર પહેલા આવો, પહેલા મેળવો પર સીમિત સીટો છે.
- ગ્રુપ બુકિંગ પર આ ઓફર લાગૂ થશે નહીં.
- બુકિંગ કેન્સલ કરાવવા પર ચાર્જની સાથે પૈસા પરત કરવામાં આવશે.
- આ ઓફરને કોઈ અન્ય ઓફર સાથે જોઈન કરી શકાશે નહીં.
- ફ્રીમાં ટ્રાવેલ ડેટ પણ ચેન્જ કરાવી શકે છે. 
- મનપસંદ સીટના બુકિંગને લઈને મીલ સુધી એડઓન પર 30 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તે માટે તમારે સ્પાઇસજેટની મોબાઇલ એપથી બુકિંગ કરવું પડશે. વધુ જાણકારી માટે તમે કંપનીની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. 

— SpiceJet (@flyspicejet) January 22, 2024

અયોધ્યા માટે સીધી ઉડાનો શરૂ કરશે કંપની
નોંધનીય છે કે હાલમાં એરલાયન કંપની સ્પાયસજેટે અયોધ્યાથી દેશના અલગ-અલગ આઠ રૂટ પર ઉડાન સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ રૂટ દિલ્હી, અમદાવાદ, જયપુર, પટના અને દરભંગા સિવાય ચેન્નઈ, બેંગલુરૂ અને મુંબઈ છે. દેશના અલગ-અલગ રૂટની ઉડાન સેવાઓ આગામી 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. 

ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસ
અયોધ્યાને કનેક્ટ કરવા માટે ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ ઉડાન સેવાઓ શરૂ કરી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે દિલ્હી, મુંબઈ અને અમદાવાદથી ઉડાનો બાદ કોલકત્તા અને બેંગલુરૂ માટે પણ ઉડાન સેવા શરૂ કરી છે. આ રીતે ઈન્ડિગોની ઉડાન સેવાઓ દિલ્હી અને અમદાવાદ સિવાય મુંબઈ માટે શરૂ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news