1 જાન્યુઆરીથી બદલાઈ રહ્યાં છે ચેકથી પેમેન્ટના નિયમ, RBIએ કર્યો આ મોટો ફેરફાર

2021ની શરૂઆતથી જ ચેકથી પેમેન્ટ કરવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યાં છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આ વિશે નોટિફિકેશન જારી કર્યું છે. એવામાં લોકોને 50 હજાર રૂપિયાથી વધારેની ચૂકવણી પર આ નિયમોનું પાલન કરવાનું રહેશે. જો કે, આ સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક હશે. કેન્દ્રીય બેંકે ચેક ચૂકવણીમાં થતી છેતરપિંડીને રોકવા માટે આ પગલાં ઉઠાવ્યા છે.

Updated By: Sep 26, 2020, 03:11 PM IST
1 જાન્યુઆરીથી બદલાઈ રહ્યાં છે ચેકથી પેમેન્ટના નિયમ, RBIએ કર્યો આ મોટો ફેરફાર

નવી દિલ્હી: 2021ની શરૂઆતથી જ ચેકથી પેમેન્ટ કરવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યાં છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આ વિશે નોટિફિકેશન જારી કર્યું છે. એવામાં લોકોને 50 હજાર રૂપિયાથી વધારેની ચૂકવણી પર આ નિયમોનું પાલન કરવાનું રહેશે. જો કે, આ સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક હશે. કેન્દ્રીય બેંકે ચેક ચૂકવણીમાં થતી છેતરપિંડીને રોકવા માટે આ પગલાં ઉઠાવ્યા છે.

આ પણ વાંચો:- દરરોજ 300 રૂપિયાનું રોકાણ કરો અને બનો કરોડપતિ, અપનાવો આ ફોર્મૂલા

લાગુ થશે પોઝિટિવ પે સિસ્ટમ
આરબીઆઇએ કહ્યું છે 1 જાન્યુઆરી 2021થી પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) લાગુ કરશે. આ સિસ્ટમમાં 50 હજારથી વધારે પેમેન્ટ પર ફરીવારથી રિ-કન્ફર્મ કરવાનું રહેશે. આ સિસ્ટમ દ્વારા ચેકને એસએમએસ, મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેંકિંગ અને એટીએમ માટે જારી થઇ શકશે. તેના દ્વારા ચેકની તારીખ, પેમેન્ટ કરતા વ્યક્તિનું નામ, પેયી અને રકમની ડિટેલ્સ આપવાની રહેશે.

આ પણ વાંચો:- ભારતને ગુલામ બનાવનાર બ્રિટિશ કંપનીનું સુકાન એક ગુજરાતીના હાથમાં છે

જો કે, આ સમગ્ર ડિટેલ્સ બેંક દ્વારા ફરી એકવારથી ચેક કરવીમાં આવશે. જો કોઈ પ્રકારની વિસંગત્તા સીટીએસમાં થાય છે તો તેમાં સુધારો કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube