RBI એ રેપો રેટમાં કર્યો 0.25% નો ઘટાડો, સસ્તો થઇ જશે તમારો EMI
નવા નાણાકીય વર્ષમાં ભારતીય રિઝર્વ બેંકની પ્રથમ મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં આજે આમ જનતાને રાહત મળી છે. જોકે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં 25 બેસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આરબીઆઇની નવી રેપો રેટ 6 ટકા થઇ ગઇ છે. રિઝર્વ બેંકે તેની સાથે જ 2019-20 માટે જીડીપી અનુમાનને 0.2 ટકા ઘટાડી દીધો છે.
Trending Photos
નવી દિલ્હી: નવા નાણાકીય વર્ષમાં ભારતીય રિઝર્વ બેંકની પ્રથમ મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં આજે આમ જનતાને રાહત મળી છે. જોકે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં 25 બેસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આરબીઆઇની નવી રેપો રેટ 6 ટકા થઇ ગઇ છે. રિઝર્વ બેંકે તેની સાથે જ 2019-20 માટે જીડીપી અનુમાનને 0.2 ટકા ઘટાડી દીધો છે.
રિઝર્વ બેંકે ફેબ્રુઆરીમાં 18 મહિનાના અંતરાળ બાદ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. સતત બીજીવાર વ્યાજ દરમાં ઘટાડાથી આ ચૂંટણી સીઝનમાં લોન લેનારને મોટી રાહત મળી શકે છે. આરબીઆઇનો રેપો રેટ અત્યાર સુધી 6.25 ટકા હતો.
જો કે આરબીઆઇ રિટેલ ફુગાવાના દરને ધ્યાનમાં રાખતાં વ્યાજ દરો પર નિર્ણય કરે છે. ઘણા મહિનાઓના ઘટાડા બાદ ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવાના દરમાં સામાન્ય વધારો જોવા મળ્યો અને આ 2.57 ટકા પર પહોંચી ગયો. રિટેલ ફુગાવાનો દર આ ચાર મહિનાના ઉચ્ચ સ્તર પર છે. જોકે વાર્ષિક વાર્ષિક આધાર પર મોંઘાવારી દર પણ હજુ ઓછો છે. એટલા માટે આરબીઆઇ પર વ્યાજ દર ઘટાડવાનું દબાણ હતું. તમને જણાવી દઇએ કે જુલાઇ 2018 થી માંડીને જાન્યુઆરી 2019 વચ્ચે સતત મોંઘવારીમાં ઘટાડો આવ્યો છે.
કેવી રીતે મળશે તમને ફાયદો
આરબીઆર રેપો રેટમાં ઘટાડાનો ફાયદો તે લોકોને મળશે જેમની હોમ લોન અથવા ઓટો લોન ચાલી રહી છે. જોકે રેપો રેટમાં ઘટાડા બાદ બેંકો પર હોમ અથવા ઓટો લોન પર વ્યાજ દર ઓછા કરવાનું દબાણ બનશે. તમને જણાવી દઇએ કે નવા નિયમો બાદ બેંકોને રેપો રેટ ઘટાડાનો ફાયદો આમ જનતાને આપવો પડશે. એવામાં જો તમારી હોમ અથવા ઓટો લોન ચાલી રહી છે તો તેનો ઇએમઆઇ ઓછો થઇ જશે.
બે દિવસ સુધી ચાલી એમપીસીને બેઠક
ઉલ્લેખનીય છે કે બેકિંગ ક્ષેત્રના રેગ્યુલેટરી રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી-એમપીસી-ની દ્વિમાસિક સમીક્ષા બેઠક બુધવારે શરૂ ગઇ છે. તેના પર આર્થિક જગતની એટલા માટે પણ નજર છે, કારણ કે આ ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક છે.
કાબૂમાં રહેશે મોંઘવારી દર
આર્થિક વિશ્લેષકોની વાત કરીએ અથવા ક્રેડિટ રેટિંગ એજન્સીઓની તો તેમનું કહેવું છે કે હાલમાં મોંઘવારી દર કાબૂમાં છે. સાથે જ હાલમાં ઔદ્યોગિક ઉત્પાદનની ગતિ પણ ડુલ છે. એટલા માટે વ્યાજ દરમાં ઘટાડા માટે યોગ્ય સમય છે.
જાહેરાત
આ પહેલાં ગત ફેબ્રુઆરીમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો ગત દોઢ વર્ષમાં પહેલો ઘટાડો હતો. કેંદ્વીય બેંકો દ્વારા વાણિજ્યિક બેંકોને ટૂંકા ગાળાની લોન જે વ્યાજ દર પર પુરું પાડે છે તેને રેપો રેટ કહે છે. આરબીઆઇ ગર્વનર પહેલાં જ શેરધારકો, ઔદ્યોગિક એકમો, જમા સંગઠનો, બેંકર અને એમએસએમઇ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી તેમનો પક્ષ લઇ ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે