2000 Currency Notes: આવી ગઇ નવી નોટબંધી, રિઝર્વ બેંક બે હજારની નોટ પરત લેશે, જાણો શું છે સર્કુલર
RBI Circulation: RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. જો કે, રૂ. 2000 ના મૂલ્યની બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.
Trending Photos
2000 Rupee Note: RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. હાલમાં બજારમાં ઉપલબ્ધ રૂ. 2000ની નોટ 30 સપ્ટેમ્બર, 2023 સુધી બદલી શકાશે. 30મી સપ્ટેમ્બર બાદ નોટ નહીં ચાલે એ બાબતે સરકારે મોટો ખુલાસો કર્યો છે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે.
સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી ANI એ જણાવ્યું કે, 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ માન્ય રહેશે. આરબીઆઈને આશા છે કે લોકોને બેંકોમાંથી નોટો એક્સચેન્જ કરવા માટે 4 મહિના પૂરતો સમય છે. હાલમાં જે 2000ની નોટો બજારમાં છે તે 30 સપ્ટેમ્બરની નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં બેંકોને પરત કરવામાં આવશે. આ આરબીઆઈની નિયમિત કવાયત છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી.
સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી ANI એ જણાવ્યું કે, 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ માન્ય રહેશે. આરબીઆઈને આશા છે કે લોકોને બેંકોમાંથી નોટો એક્સચેન્જ કરવા માટે 4 મહિના પૂરતો સમય છે. હાલમાં જે 2000ની નોટો બજારમાં છે તે 30 સપ્ટેમ્બરની નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં બેંકોને પરત કરવામાં આવશે. આ આરબીઆઈની નિયમિત કવાયત છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી.
RBI to withdraw Rs 2000 currency note from circulation but it will continue to be legal tender. pic.twitter.com/p7xCcpuV9G
— ANI (@ANI) May 19, 2023
2000 Currency Notes: આવી ગઇ નવી નોટબંધી, રિઝર્વ બેંક બે હજારની નોટ પરત લેશે
RBI: જો તમારા ખિસ્સામાં પણ 2000ની નોટ હોય તો ખાસ જાણો આ માહિતી, નહીતર ધંધે લાગી જશો
RBI: શું તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે? ગભરાશો નહીં, હવે શું કરવું તે જાણી લો
આરબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે 2018-19માં જ 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. RBIએ કહ્યું કે તમે એક સમયે માત્ર 2 હજાર રૂપિયાની 20 હજાર રૂપિયા સુધીની નોટ બદલી શકો છો. નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી.
Exchange of Rs 2000 banknotes into banknotes of other denominations can be made upto a limit of Rs 20,000 at a time at any bank starting from May 23, 2023, says RBI
All banks shall provide deposit and/or exchange facility for Rs 2000 banknotes until September 30, 2023: RBI https://t.co/fMTiM5xeCM pic.twitter.com/V7PJeXBIza
— ANI (@ANI) May 19, 2023
2000 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નોટબંધીના 6 વર્ષ બાદ દેશમાં ઘણું બદલાઈ ગયું છે. સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આ દરમિયાન 2000 રૂપિયાની નોટોને લઈને એક મોટી વાત સામે આવી રહી છે કે ફરી એકવાર આ નોટો બજારમાં ઘણી ઓછી જોવા મળી રહી છે. હવે સરકારે આ મામલે મોટો નિર્ણય આજે લીધો છે.
Reserve Bank of India has advised banks to stop issuing Rs 2000 denomination banknotes with immediate effect though banknotes in Rs 2000 denomination will continue to be legal tender. https://t.co/yLWWpyuahL pic.twitter.com/kPTMqlm1XD
— ANI (@ANI) May 19, 2023
2000ની નોટો છાપવામાં આવતી નથી
તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આવી સ્થિતિમાં, આ નોટ (2000 રૂપિયાની નોટ) ચલણમાં ન હોવાના બરાબર છે. RTI અનુસાર, વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન 2,000 રૂપિયાની નવી નોટ છાપવામાં આવી નથી.
RBI નોટ બહાર પાડે છે
હાલમાં રિઝર્વ બેંક દ્વારા બજારમાં 2, 5, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી રહી છે. પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરી દીધી હતી. તેના બદલામાં 2000 અને 500 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવી હતી.
2000ની નોટનો હિસ્સો કેટલો ઘટ્યો
નવી નોટો જારી કરવાનો હેતુ એ હતો કે નવી નોટો શક્ય તેટલી વહેલી તકે આખા દેશમાં ફેલાઈ જાય, પરંતુ હાલમાં બજારમાં 2000 રૂપિયાની બહુ ઓછી નોટો દેખાઈ રહી છે. આરબીઆઈ પાસેથી મળેલી માહિતી મુજબ 31 માર્ચ 2022 સુધીમાં દેશભરમાં ચલણમાં 2000 રૂપિયાની નોટોનો હિસ્સો ઘટીને માત્ર 13.8 ટકા થઈ ગયો છે.
નકલી નોટોની સંખ્યા
જો આપણે નકલી નોટોની સંખ્યા વિશે વાત કરીએ, તો વર્ષ 2018 માં તે 54,776 હતી. વર્ષ 2019માં આ આંકડો 90,566 હતો અને વર્ષ 2020માં 2,44,834 નોટો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે