હવે UAEમાં ચાલશે ભારતનું રૂપે કાર્ડ, વડાપ્રધાન મોદીએ કર્યું લોન્ચ

ખાડી દેશોમાં યૂએઈ પ્રથમ દેશ છે જેણે ભારતના રૂપે કાર્ડને અપનાવ્યું છે. યૂએઈની ઘણી કંપનીઓએ રૂપે ચુકવણીને સ્વીકાર કરવાની વાત કરી છે.'

Updated By: Aug 24, 2019, 07:32 PM IST
હવે UAEમાં ચાલશે ભારતનું રૂપે કાર્ડ, વડાપ્રધાન મોદીએ કર્યું લોન્ચ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)માં રૂપે કાર્ડ લોન્ચ કર્યું છે. આ સાથે સંયુક્ત અરબ અમીરાત પશ્ચિમ એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે જ્યાં ઇલેક્ટ્રોનિક પેમેન્ટની ભારતીય સિસ્ટમને અપનાવવામાં આવી છે. ભારત આ પહેલા સિંગાપુર અને ભુટાનમાં રૂપે કાર્ડ લોન્ચ કરી ચુક્યુ છે. રૂપે કાર્ડ ભારતનું પ્રથમ એવું ડોમેસ્ટિક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ નેટવર્ક છે જેનો ઉપયોગ એટીએમ, POS મશીન અને ઈ કોમર્સ સાઇટ પર સરળતાથી કરી શકાય છે. તેને 2012મા શરૂ કરવામાં આવ્યું હતું. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને આ જાણકારી આપતા કહ્યું કે, 'ભારત અને યૂએઈની અર્થવ્યવસ્થાને એકબીજાની વધુ નજીક લાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યૂએઈમાં સત્તાવાર રીતે રૂપે કાર્ડને રજૂ કરવામાં આવ્યું છે. ખાડી દેશોમાં યૂએઈ પ્રથમ દેશ છે જેણે ભારતના રૂપે કાર્ડને અપનાવ્યું છે. યૂએઈની ઘણી કંપનીઓએ રૂપે ચુકવણીને સ્વીકાર કરવાની વાત કરી છે.'

આ પહેલા આ સપ્તાહે યૂએઈમાં ભારતીય રાજદૂત નવદીપ સિંહ સુરીએ કહ્યું, 'યૂએઈ આ ક્ષેત્રમાં સૌથી મોટુ અને આકર્ષક વ્યવસાયિક કેન્દ્ર છે. આ ક્ષેત્રમાં રહેતા ભારતીય સમુદાયના મોટા ભાગના લોકો અહીં (યૂએઈ)માં રહે છે, સૌથી વધુ ભારતીય પર્યટક અહીં આવે છે અને તેનાથી સૌથી વધુ વ્યાપાર ભારતની સાથે છે. આ ક્ષેત્રમાં રૂપે કાર્ડનો સ્વીકાર કરનાર પ્રથમ દેશ બનવાની સાથે અમે આશા કરીએ કે તેનાથી પર્યટન, વ્યાપાર અને ભારતીય સમુદાર, તેમાં બધાને લાભ મળશે. બંન્ને દેશોનો દ્વિપક્ષીય વ્યાપાર 2018મા આશરે 60 અબજ ડોલરનો રહ્યો હતો. મોડી ફ્રાન્સ, યૂએઈ અને બહરીનની ત્રણ દેશોની યાત્રાના ક્રમમાં શુક્રવારે પેરિસથી અહીં પહોંચ્યા હતા. યૂએઈ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ત્રીજી સત્તાવાર યાત્રા છે.'