જાણો કેવી રીતે 150 રૂપિયાના રોકાણથી દર મહિને મળશે 27 હજાર રૂપિયા

ઓછા રોકાણથી વધુ આવક મેળવવા માટે તમારે સરકારની સરલ પેન્શન યોજનામાં જોડાવું પડશે. જેમાં માત્ર નજીવી રકમના રોકાણની જરૂર પડશે. જેમાં તમને રોકાણનું 100 ટકા વધુ વળતર મળશે. તો આવો જોઈએ કેવી રીતે આમા તમે જોડાઈ શકો છો અને મહિનામાં કેવી રીતે મેળવી શકો છો સારી આવક.

જાણો કેવી રીતે 150 રૂપિયાના રોકાણથી દર મહિને મળશે 27 હજાર રૂપિયા

Saral Pension Yojana: અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં રોકાણ કરીને તમને દર મહિને સારી આવક મેળવવાની તક છે. અને એટલું જ નહીં કરોડપતિ બનવાનું સપનું પણ સાકાર થશે. જેમાં તમે ઓછી મહેનતે વધુ કમાણી કરી શકો છો.

ઓછા રોકાણથી વધુ આવક મેળવવા માટે તમારે સરકારની સરલ પેન્શન યોજનામાં જોડાવું પડશે. જેમાં માત્ર નજીવી રકમના રોકાણની જરૂર પડશે. જેમાં તમને રોકાણનું 100 ટકા વધુ વળતર મળશે. તો આવો જોઈએ કેવી રીતે આમા તમે જોડાઈ શકો છો અને મહિનામાં કેવી રીતે મેળવી શકો છો સારી આવક..

આટલું રોકાણ કરશો તો મળશે 1 કરોડ રૂપિયા
સરકાર દ્વારા ચલાવવામાં આવતી રાષ્ટ્રીય પેન્શન યોજના મધ્યમવર્ગના લોકો માટે એક વરદાન સાબિત થઈ રહી છે. જે સ્કીમ લોકોને વૃદ્ધાવસ્થામાં  આવક મેળવવાની ચિંતા દૂર કરી રહી છે. જો તમે આ સ્કીમમાં 150 રૂપિયાનું રોકાણ કરો છો તો પણ નિવૃત્તિ સમયે તમને 1 કરોડ રૂપિયાની આવક મળશે. જો કે NPSને માર્કેટ લિન્ક્ડ ઈન્વેસ્ટમેન્ટ ગણવામાં આવે છે.

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

આ રીતે મોટો ફાયદો થશે
NPS એ માર્કેટ લિંક્ડ રિટાયરમેન્ટ ઓરિએન્ટેડ ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પ છે. જેના હેઠળ તમારે NPS ના પૈસા બે જગ્યાએ રોકાણ કરવા પડશે. ઇક્વિટી એટલે શેર બજાર અને દેવું એટલે સરકારી બોન્ડ અને કોર્પોરેટ બોન્ડમાં. આ પૈસા ઇક્વિટીમાં જશે તમે તેને ખાતું ખોલાવતી વખતે નક્કી કરી શકો છો. સામાન્ય રીતે 75 ટકા સુધીના નાણાં ઇક્વિટીમાં જાય છે. જેમાં તમને PPF અથવા EPF કરતાં થોડું વધારે વળતર મળવાની શક્યતા છે.

જાણો કેવી રીતે મોટી રકમ મેળવવી
જો તમે હમણાં જ નોકરી શરૂ કરી છે તો તમારે રોકાણ કરવા માટે વધુ પૈસાની જરૂર નહીં પડે. તમે રોજના 150 રૂપિયા બચાવો અને તેને NPSમાં નાખો .હાલમાં તમારી ઉંમર 25 વર્ષની છે.જો તમે NPSમાં દર મહિને  4500 રૂપિયાનું રોકાણ કરો છો. જેમાં દરરોજના 150.60 રૂપિયાનું રોકાણ થશે. સાથે નિવૃતિ વખતે તમારી ઉંમર 60 વર્ષ થશે. ત્યાં સુધી રોકાણ ચાલુ રાખો તો સતત 35 વર્ષ સુધી તમે દરરોજ 150થી વધુ રૂપિયાનું રાકણ કરશો.જેથી તમને નિવૃતિ વખતે સારું એવું વળતર મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news