SBIની ગ્રાહકોને ચેતવણી! આ SMSને તરત જ બ્લોક કરો, નહીં તો એકાઉન્ટ થઈ શકે ખાલીખમ

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે એક ચેતવણી જારી કરી છે. 

SBIની ગ્રાહકોને ચેતવણી! આ SMSને તરત જ બ્લોક કરો, નહીં તો એકાઉન્ટ થઈ શકે ખાલીખમ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે એક ચેતવણી જારી કરી છે. બેંકે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી એક મેસેજ શેર કર્યો છે. જેમાં ચેતવણી આપવામાં આવી છે કે બેંકના નામ પર એક બનાવટી એસએમએસ દ્વારા એકાઉન્ટ હેક કરવામાં આવી રહ્યાં છે. બેંકના ગ્રાહકોની વ્યક્તિગત જાણકારી માંગવામાં આવી રહી છે. SBI એલર્ટ જાહેર કરી છે કે બેંક ક્યારેય પોતાના ગ્રાહકો પાસે કોઈ પણ જાણકારી એસએમએસ દ્વારા માંગતી નથી. એસબીઆઈની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે આરબીઆઈના નામે લોકોની સાથે ફ્રોડ કરનારી એક ગેંગને પકડવામાં આવી છે. 

બેંકે શું આપી છે ચેતવણી
SBIએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક ટ્વિટ કરી છે. તેણે ગ્રાહકોને એલર્ટ રહેવા જણાવ્યું છે. બેંકે કહ્યું કે નકલી એસએમએસ કરવામાં આવી રહ્યાં છે. જેમાં જાણકારી માંગવામાં આવે છે. આ એસએમએસથી દૂર રહો અને બ્લોક કરી દો. SBIએ એમ પણ કહ્યું છે કે જો કોઈ ગ્રાહકે પોતાની વ્યક્તિગત જાણકારી આપી દીધી હોય તો SBIને તેની જાણ કરી શકે છે. 

— State Bank of India (@TheOfficialSBI) August 7, 2018

તરત બ્લોક કરો SMS
SBIએ જણાવ્યું છે કે નકલી એસએમએસમાં એક લિંક પણ આપવામાં આવે છે. જો તમે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરશો તો તેમાં તમારા નામ, એડ્રસ, ઈમેઈલ, પાસવર્ડ, કાર્ડનંબર, કાર્ડની વેલિડિટી અને એક્સપાયરી ડેટ તથા કાર્ડનો CVV નંબર માંગવામાં આવે છે. SBIએ કહ્યું છે કે ગ્રાહક આવી કોઈ પણ જાણકારી આપવાથી બચે અને સંદેશ મોકલનાર નંબરને તરત જ બ્લોક કરી નાખે. 

ઓનલાઈન ફ્રોડથી બચવા માટે SBIની 9 ટિપ્સ
SBIએ ઓનલાઈન વધતા ફ્રોડને જોતા યૂઝર્સ માટે 9 ટિપ્સ આપી છે. જેનો ઉપયોગ કરીને તમે એકાઉન્ટને કોઈ પણ પ્રકારના જોખમથી બચાવી શકો છો. બેંકે કહ્યું કે ઈન્ટરનેટ બેંકિંગ કરવા માટે અન્ય વિકલ્પો ન શોધો. તેના કરતા સીધા બેંકની સાઈટ પર જઈને જ તેનો ઉપયોગ કરો. 

- ઈન્ટરનેટ બેંકિંગ માટે  www.onlinesbi.com પર જાઓ.
- તમારો પાસવર્ડ કે પિન નંબર કોઈને ન બતાવો.
- આવી જાણકારી માંગનારા લોકોના ઈ-મેઈલને અવગણો.
- પબ્લિકમાં ઈન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ ન કરો. 
- એન્ટી વાયરસ એપ્લિકેશનથી તમારા કોમ્પ્યુટરને ક્લિન કરો. 
- ઓપરેટિંગ સિસ્ટમમાં File & printing Sharing વિકલ્પ ઈનએક્ટિવ રાખો.
- જરૂર ન હોય તો કોમ્પ્યુટર બંધ રાખો.
- ઈન્ટરનેટ બ્રાઉઝર પર તમારા આઈડી અને  પિનને સેવ ન રાખો. 
- એકાઉન્ટથી કરાયેલી લેવડદેવડની નિયમિત તપાસ કરો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news