ટીમ ઈન્ડિયામાં સામેલ અનુષ્કા, BCCIની તસ્વીર પર થઈ ટ્રોલ

એક યૂઝરે લખ્યું, વાઇસ કેપ્ટન અંતિમ લાઇનમાં અને ભારતીય ક્રિકેટની ફર્સ્ટ લેડી પ્રથમ લાઇનમાં... આજ લોકો થોડા દિવસ પહેલાઓનલાઇન લેક્ચર આપી રહ્યાં હતા. 
 

ટીમ ઈન્ડિયામાં સામેલ અનુષ્કા, BCCIની તસ્વીર પર થઈ ટ્રોલ

નવી દિલ્હીઃ અભિનેત્રી અનુષ્કા શર્મા આ દિવસોમાં પોતાના પતિની સાથે લંડનમાં ફરી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ ઘણા દિવસથી ઈંગ્લેન્ડના પ્રવાસે છે અને આ પ્રવાસ પર વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કાની સાથે છે. આ કપલ ઈંગ્લેન્ડમાં મજા માણી રહ્યું છે. પરંતુ બીસીસીઆઈએ મંગળવારે મોડી રાત્રે એક તસ્વીર શેર કરી, જેના કારણે સોશિયલ મીડિયા પર બીસીસીઆઈ અને અનુષ્કા શર્મા ખૂબ ટ્રોલ થઈ રહ્યાં છે. 

ઈંગ્લેન્ડ પહોંચેલી ટીમ લંડન સ્થિત ભારતીય એમ્બેસી પણ પહોંચી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દ્વારા શેર આ ફોટોમાં આખી ટીમ ઈન્ડિયા એક સાથે નજરે આવી રહી છે અને સૌથી આગળની લાઇનમાં કેપ્ટન કોહલીની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા જોવા મળી રહી છે. તેવામાં ઘણા યૂઝર્સે તે વાત પર નારાજગી વ્યક્ત કરી છે ઈન્ડિયન ટીમના વાઇસ કેપ્ટન એટલે કે અજ્કિંય રહાણે આ ફોટોમાં અંતિમ લાઇનમાં જોવા મળી રહ્યો છે. 

— BCCI (@BCCI) August 7, 2018

ઘણા લોકોએ બીસીસીઆઈને ત્યાં સુધી કહી દીધું કે આ કોઇ ફેમેલી ફોટો નથી, ટીમ ઈન્ડિયાનો ફોટો છે. ઘણા લોકો તે સવાલ ઉઠાવી રહ્યાં છે કે બીજા ક્રિકેટરોની પત્ની આ સત્તાવાર પ્રવાસ પર કેમ નજર આવી રહી નથી. એક યૂઝરે લખ્યું, વાઇસ કેપ્ટન અંતિમ લાઇનમમાં ભારતીય ક્રિકેટની ફર્સ્ટ લેડી પ્રથમ લાઇનમાં... આ જ લોકો થોડા દિવસ પહેલા ઓનલાઉન લેક્ચર આપી રહ્યાં હતા. 

— Ali MG (@aliasgarmg) August 7, 2018

— Sanjay Tank (@SanjaySTank) August 8, 2018

— Mayank Sharma (@MSharma56483635) August 7, 2018

અનુષ્કા શર્મા કેટલાક સમયથી પોતાની ફિલ્મ ઝીરોના શેડ્યૂલમાં વ્યસ્ત હતા. હવે ફ્રી થઈને પોતાના પતિની સાથે લંડનમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news