શેર બજારમાં પૈસા લગાવનારાઓ માટે મોટા સમાચાર, SEBI બદલ્યો આ નિયમ
Trending Photos
મુંબઇ: શેર બજારમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. SEBI એ બેસિક સર્વિસ ડીમેટ એકાઉન્ટના વાર્ષિક મેન્ટેનેંસના દરમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ અનુસાર બેસિક ડીમેટ એકાઉન્ટ દ્વારા 1 લાખ રૂપિયા સુધી ડેટ સિક્યોરિટી (બોન્ડ) રાખવા પર વાર્ષિક મેન્ટેનેંસ ફી લાગશે નહી. એકથી વધુ લાખ રૂપિયાની ડેટ સિક્યોરિટી રાખવા પર 100 રૂપિયા લાગશે. આ ફેરફાર 1 જૂનથી લાગૂ થશે. અત્યાર સુધી ડીમેટ એકાઉન્ટમાં ડેટ સિક્યોરિટીને રાખવા પર બ્રોકરેજ ફર્મ એનુઅલ મેન્ટેનેંસ ચાર્જ લે છે.
50 હજારથી વધારીને 1 લાખની લિમિટ
બદલાયેલા નિયમ બાદ શેર બજારમાં બિઝનેસ કરનારને બેસિક સર્વિસિઝ ડીમેટ એકાઉન્ટના વાર્ષિક મેન્ટેનેંસ ચાર્જીસ ચૂકવવો નહી પડે. જોકે આ છૂટ ફક્ત 1 લાખ રૂપિયા સુધી જ હોલ્ડિંગ પર લાગૂ થશે. અત્યાર સુધી 50 હજાર રૂપિયાની સિક્યોરિટી રાખવાનો કોઇ ચાર્જ લાગશે નહી. 50 હજારથી વધુ અને 2 લાખ રોપિયા ઓછાના હોલ્ડિંગ્સ પર 100 રૂપિયાનો ચાર્જ રોકાણકારોને આપવો પડે છે. હવે તેને વધારીને 1 લાખ રૂપિયા કરી દીધો છે.
રોકાણ વધારવા માટે ભર્યા પગલાં
તમને જણાવી દઇએ કે SEBI એ આ પગલું ડેટ માર્કેટમાં છુટક રોકાણકારોનું રોકાણ વધારવા માટે ભર્યું છે. બેસિક સર્વિસિઝ ડીમેટ એકાઉન્ટ છુટક રોકાણકારોને ઓછી કિંમતે લિમિટેડ સર્વિસિઝ ઉપલબ્ધ કરાવે છે. સેબીને આશા છે કે 1 લાખ રૂપિયા સુધીના ડેટ સિક્યોરિટીઝ હોલ્ડિંગ પર એનુઅલ મેન્ટેનેંસ ચાર્જની લિમિટ વધારવાથી રોકાણ વધશે. જોકે 2 લાખ રૂપિયા સુધીની હોલ્ડિંગ પર બ્રોકરેજ ફર્મ વધુમાં વધુ 100 રૂપિયાનો ચાર્જ વસૂલે છે.
2012માં થઇ હતી શરૂઆત
સેબીના નિર્દેશ પર ડિપોઝિટરી પાર્ટિસિપેંટ્સે 2012માં બેસિક સર્વિસ ડીમેટ એકાઉન્ટની સુવિધા શરૂ કરી હતી. તેનો હેતું રિટેલ ઇંડિવિજ્યુઅલ રોકાણકારો માટે ડીમેટ એકાઉન્ટમાં બોન્ડ અને શેર રાખવાનું વાર્ષિક મેન્ટેનેંસ ખર્ચ ઘટાડવાનો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે