અંતિમ કલાકમાં બજાર ડાઉન, સેન્સેક્સમાં 61 અંકનો ઘટાડો, નિફ્ટી 10425ની નજીક બંધ

 અંતિમ કલાકમાં બજાર ડાઉન, સેન્સેક્સમાં 61 અંકનો ઘટાડો, નિફ્ટી 10425ની નજીક બંધ

નવી દિલ્હીઃ મંગળવારે શેર બજારમાં ચડાવ-ઉતાર ભર્યો માહોલ રહ્યો. માર્કેટ ડાઉન થઈને ખૂલ્યું હતું ત્યારબાદ સારી રિકવરી થઈ ફરી ડાઉન થઈને બંધ થયું. શરૂઆતી ઝટકા બાદ શેરબજારે સારી તેજી બનાવી પરંતુ અંતિમ કલાકોમાં સેન્સેક્સ ફરી 200   પોઇન્ટ ડાઉન થયો. આજે કારોબારમાં નિફ્ટીએ 10,478.6 સ્તરને ક્રોસ કર્યું તો સેન્સેક્સે દિવસના ઉચ્ચતમ સ્તર 34,077.32 ટચ કર્યું. અંતમાં સેન્સેક્સ 61 અંક એટલે કે 0.2 ટકાના ઘટાડા સાથે 33,857ના સ્તર પર બંધ થયો. નિફ્ટી 5.5 અંક વધીને 10,426.9 સ્તરે બંધ થઈ. 

મિડકેપમાં દેખાઇ સારી ખરીદી
તૂટતા બજારમાં મિડકેપે બજારને સંભાળવાનો પ્રયત્ન કર્યો. મિડકેપ અને સ્મોલકેપના શેરોની સારી ખરીદી જોવા મળી. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 1 ટકા વધીને બંધ થઈ. નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં પણ 0.8 ટકાનો વધારો જોવા મળ્યો. બીએસઈ સ્મોલકેમ ઈન્ડેક્ટ પણ આશરે 1.25 ટકા વધીને બંધ થયો. 

આ શેરોમાં દેખાઇ ખરીદી
ફાર્મા, મેટલ, રિયલ્ટી, કંન્ઝયૂમર ડ્યુરેબલ્સ અને ઓયલ એન્ડ ગેસ શેયરોમાં ખરીદદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.3 ટકાના વધારા સાથે 24,739 સ્તરે બંધ થઈ. જ્યારે નિફ્ટીનો પીએયૂ બેન્ક ઈન્ડેક્સ 2.3 ટકાની મજબૂતી સાથે બંધ થયો. પરંતુ આઈટી, એફએમસીજી અને કેપિટલ ગુડ્ઝના શેરોમાં ઘટાડો જોવા મળ્યો. 

TCS 6% સુધીનો કડાકો
સ્ટેલ સેલના સમાચારોથી ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ)ના સ્ટોક્સમાં 6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. મંગળવારે દેશની સૌથી મોટી આઈટી કંપનીના સ્ટોક બીએસઈ પર 5.46 ટકા ઘટીને 2,885 પર આવી ગયો. જ્યારે એનએસઇ કંપનીના શેર આશરે 6 ટકા તૂટીને 2,872 રૂપિયા સુધી આવી ગયા. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે ટીસીએસ આશરે 1.50 ટકાની ભાગીદારી વેંચીને 8200 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news