રવિવારના દિવસે પણ ખુલશે શેર બજાર, જાણો ટ્રેડિંગ માટે કેમ છે ખાસ દિવસ
શુક્રવારે સમાપ્ત થયેલ સંવત વર્ષ 2079 દરમિયાન સેન્સેક્સ 5073.02 પોઈન્ટ કે 8.47 ટકા વધ્યો, જ્યરે નિફ્ટી 1694.06 પોઈન્ટ કે 9.55 ટકા વધ્યો છે. હવે રવિવારે એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગ થશે.
Trending Photos
Diwali 2023, Muhurat trading: આમ તો શેર બજાર શનિવાર અને રવિવારે બંધ રહે છે પરંતુ આ વખતે રવિવારે પણ ટ્રેડિંગ થશે. હકીકતમાં કાલ એટલે કે રવિવારના દિવસે ટ્રેનિંગ થશે. આ તહેવાર પર એક વિશેષ મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વખતે પણ મુહૂર્ત ટ્રેડિંગ સાંજે એક કલાક થશે.
ક્યારે અને કેવી રીતે શરૂ થશે ટ્રેડિંગ
શેર બજારના સત્તાવાર નિવેદન પ્રમાણે સાંકેતિક વ્યાપારિક સત્ર સાંજે છ કલાકથી 715 કલાક વચ્ચે આયોજન કરવામાં આવશે. તેમાં 15 મિનિટનું પ્રી-ઓપન માર્કેટ સામેલ છે. આ સત્ર એક નવા વસંતની શરૂઆતનું પણ પ્રતીક છે. માનવામાં આવે છે કે મુહૂર્ત કે શુભ સમયમાં કારોબાર હિતધારકો માટે સમૃદ્ધિ લાવે છે. હિન્દુ કેલેન્ડર વર્ષ દિવાળીથી શરૂ થાય છે, જેને સવંત કહે છે. વિશ્લેષકોનું કહેવું છે કે દિવાળી કંઈ નવુ શરૂ કરવાનો આદર્શ સમય માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ સત્ર દરમિયાન વેપાર કરવાથી વર્ષ દરમિયાન લાભ થાય છે.
મંગળવારે બંધ રહેશે બજાર
સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે બજાર ખુલશે પરંતુ મંગળવારે કારોબાર થશે નહીં. હકીકતમાં શેર બજાર 14 નવેમ્બરે બંધ રહેશે. રજાઓના ટૂંકા ટ્રેડિંગ સપ્તાહમાં શેરબજારની ગતિવિધિ સ્થાનિક ફુગાવાના ડેટા, વૈશ્વિક વલણો અને વિદેશી રોકાણકારોના વલણ દ્વારા નક્કી થશે.
પાછલા સપ્તાહ બીએસઈ સેન્સેક્સ540.9 પોઈન્ટ કે 0.84 ટકા વધ્યો અને નિફ્ટી 194.75 પોઈન્ટ વધ્યો હતો. શુક્રવારે સમાપ્ત થયેલ સવંત વર્ષ 2079 દરમિયાન સેક્સેક્સ 5073.02 પોઈન્ટ કે 8.4 ટકા વધ્યો, જ્યારે નિફ્ટી 1694.6 પોઈન્ટ કે 9.55 ટકા વધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે